Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઇરાન - સિરીયાના અનેક ડીફેન્સી સીસ્ટમ્સનો સફાયો

ઇરાનના ડઝનબંધ આર્મી કેમ્પો ફૂંકી મારતું ઇઝરાયલઃ ઇરાન - ઇઝરાયલ સંઘર્ષ ચરમસીમાએઃ સિરીયાનો ચૂક્કો

જેરુસલેમ તા. ૧૧ : સીરિયામાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ઘ તેની ચરમસીમાએ પહોંચ્યું છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનાં યુદ્ઘમાં સીરિયાનો ખો નીકળી ગયો છે અને તેનાં અનેક સૈન્યબેઝનો ખાતમો રહ્યો ગયો છે. બુધવારે રાત્રે ઇઝરાયેલ દ્વારા સીરિયામાં ઈરાનના ૧૨થી વધુ આર્મી કેમ્પ તબાહ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં પ્રાથમિક અહેવાલો મુજબ ૨૩ સૈનિકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત ૨ નાગરિકોનાં મોત થયાં હતાં.

ઈરાને સીરિયાની લગોલગ આવેલા ગોલન હાઇટ્સ પર રોકેટહુમલો કર્યો હતો, તેના જવાબમાં ઇઝરાયેલ દ્વારા ઈરાનના આર્મીબેઝ પર ક્રૂઝ મિસાઇલ્સ છોડવામાં આવી હતી.

ઇઝરાયેલ દ્વારા અગાઉ પણ ઈરાન તેમજ સીરિયાને ચેતવણી આપવામાં આવી હતી કે, જો સીરિયા ઈરાનને તેની પોતાની જમીનનો ઉપયોગ કરતાં નહીં રોકે તો તે રાષ્ટ્રપતિ બશર-અલ-અસદનો ખાતમો બોલાવી દેશે. સીરિયાનાં ગૃહયુદ્ઘમાં ઈરાન તેને લશ્કરી મદદ કરી રહ્યો છે અને ઇઝરાયેલ સતત તેનો વિરોધ કરી રહ્યો છે. ઇઝરાયેલ કહે છે કે ઈરાનને સીરિયામાં તેનો આર્મીબેઝ બનાવવા દઈશું નહીં. રશિયાએ ત્રણેય દેશોને વાટાઘાટો દ્વારા સમસ્યા ઉકેલવા સલાહ આપી છે.

સીરિયાએ તેમને ત્યાં આવેલા ઈરાનના આર્મીબેઝ પર ઇઝરાયેલ દ્વારા હુમલાની પુષ્ટિ કરી હતી, જોકે તેણે દાવો કર્યો હતો કે ઇઝરાયેલનાં અનેક મિસાઇલ્સને તેણે નિષ્ફળ બનાવી હતી. આ હુમલામાં દમિશ્કના કિસ્વાહ વિસ્તારમાં બે મિસાઇલ્સ છોડવામાં આવતાં ૨ નાગરિકોનાં મોત થયાં હતાં, મૃતકોમાં ૮ જવાનો ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડના સભ્યો હતા.

ઇઝરાયેલી આર્મીએ સીરિયામાં આવેલી ઈરાનની ગુપ્ત છાવણીઓનો ખાતમો બોલાવ્યો હતો, તેનાં હથિયારના ભંડાર અને સૈન્યસંચાલન સ્થળોનો નાશ કરાયો હતો. આ હુમલામાં ઈરાન અને સીરિયાની અનેક એર ડિફેન્સ સિસ્ટમનો પણ સફાયો થયો હતો, જોકે આ હુમલામાં ઇઝરાયેલના કોઈ યુદ્ઘવિમાનને નુકસાન થયું ઔન હતું.

ઇઝરાયેલના ઊર્જાપ્રધાન યુવલ સ્ટેનિત્ઝે કહ્યું કે, જો અસદ દ્વારા ઈરાનને સીરિયામાં આર્મીબેઝ બનાવતા રોકવામાં નહીં આવે અને સીરિયામાંથી ઈરાન દ્વારા ઇઝરાયેલ પર હુમલા કરવાનું ચાલુ રહેશે તો અસદનો અંત નજીક છે. જો સીરિયા ઈરાનને રોકશે નહીં તો અમે ત્યાં અસદની સત્ત્।ાનો ખાતમો બોલાવીશું.(૨૧.૧૩)

(11:52 am IST)