Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ગુજરાતમાં નકસલવાદ ભડકાવવા પ્રયાસ

વિરપ્પન ચંદન ચોર બન્યો હતો : ગુજરાતમાં સાગ ચોર વિરપ્પનો પેદા થયા...: 'ભારત સરકાર સંગઠન' સર્જીને આદિવાસીઓને ભડકાવવાની પ્રવૃત્તિ : બનાસકાંઠા પંથકમાં ભેદી પ્રવૃત્તિ : જંગલોમાંથી કિંમતી વૃક્ષો કપાઇ રહ્યા છે : નંબર વગરના વાહનોના ફેરા : રાજસ્થાન સુધી તાર : ગુજરાત પોલીસ સમક્ષ ગંભીર રજૂઆત

નવી દિલ્હી તા. ૧૧ : 'ભારત સરકાર સંગઠન' નામનું નકસલવાદી સંગઠન ગુજરાતમાં ઊભું થયું છે. જે લોકોને ભડકાવવાનું કામ કરે છે અને સાથે નાણાં મેળવવા માટે ગાઢ જંગલના કિંમતી સાગના વૃક્ષોનું જંગલ સાફ કરી રહ્યાં છે. વિરપ્પન ચંદનના વૃક્ષો કાપતો હતો આ નકસલવાદી સંગઠન કિંમતી સાગના વૃક્ષો કાપીને લઈ જાય છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ વન બનાસકાંઠા વન વિભાગ દ્વારા એક ફરિયાદ ૩ મેના રોજ કરવામાં આવી હતી કે ૮દ્મક ૧૦ મે સુધીમાં આ ભારત સરકાર સંગઠનની એક બેઠક અમીરગઢની અજાપુર મોટા ખાતે મળવાની હતી.

આદિવાસીઓને ભડકાવીને તેમને પોતાના સંગઠનમાં બેકાર યુવાનો અને મહિલાઓને ભાવનાત્મક રીતે જોડવામાં આવે છે. પછી તેઓ સ્થાનિક ટોળકી બનાવીને જંગલોની સંપત્તિની લૂંટ ચલાવે છે. સૌથી વધારે સક્રિય હોય એવો વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના દાંતા, અંબાજી, અમીરગઠ છે. ભારત સંગઠન બનાવીને તે જંગલ અને જમીન પર દબાણ કરે છે. જેમાંથી ગેરકાયદે વૃક્ષોને કાપી કાઢે છે. ૨૦૧૫-૧૬ દરમિયાન ૨૪ મે ૨૦૧૫ના રોજ સામૂહિક રીતે પાલનપુર રેન્જના ચિત્રાસણી જંગલો તથા અમીરગઢ રેન્જના જંગલોમાં ૪૦૦થી ૫૦૦ માણસોએ આવું કૃત્ય કર્યું હતું.

આ સંગઠન ગુજરાતને જોડતા રાજસ્થાનમાં પણ સક્રિય છે. જયારે ગુજરાત પોલીસ કે વન વિભાગના અધિકારીઓ તેમને પકડવા જાય ત્યારે તેઓ રાજસ્થાનના જંગલોમાં જતાં રહે છે અને જયારે રાજસ્થાનમાં તેમના પર ઘોસ વધે ત્યારે તે ગુજરાતના જંગલોમાં આવી જાય છે.

વન વિભાગના અધિકારીએ પોલીસને જાણ કરી છે કે, અંબાજી વિસ્તારમાં નંબર વગરની બાઈક પર મોટાભાગે ૩ સવારીમાં મુસાફરી કરે છે. જો રામપુરા વડલા તથા ઝાંઝવા, ઈકબાલગઢ ખાતે એન્ટ્રી પોઈન્ટ પર ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ દ્વારા વાહનની તપાસ થાય તો ત્યાં જ વાહનો જપ્ત કરી શકાય તેમ છે. આસ આર પીની એક ટૂકડી આવી બેઠકો મળે ત્યારે મોકલવાની પણ વન વિભાગે માંગણી કરી છે.

આદિવાસી લોકો તેમાં જોડાઈ રહ્યાં છે તેથી તેની વિગતો અને ઠામ ઠેકાણા કોઈ કહેતું નથી તેથી છુપી ગતિવીધી શોધી કાઢવા માટે એલ આઈ બી તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફીસરની એક ટૂકડી સાથે મળીને ઓપરેશન હાથ ધરે તે અત્યંત જરૂરી છે. ૮થી ૧૦ મેના રોજની બેઠક માટે આ પ્રકારની માંગણી કરવામાં આવી છે. બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક આઈ કે બારડ દ્વારા પોલીસને જાણ કરી હોવાનું પોલીસ સૂત્રો કહી રહ્યાં છે.(૨૧.૧૨)

(11:51 am IST)