Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

'' જીઓ''નો ધમાકેદાર મન્થલી પોસ્ટપેઇડ પ્લાનઃ ૧૯૯માં ફ્રિ અનલીમીટેડ કોલ-ડાટા

ડીપોઝીટ વિના ૫૦ પૈસા પ્રતિ મિનિટના દરે ઇન્ટરનેશનલ કોલીંગ

 નવી દિલ્હીઃ રીલાયન્સ જીઓએ પોસ્પપેઇડ સેવા શરૂ કરી દીધી છે. આ સાથે જ જીઓ દ્વારા ધમાકેદાર ૧૯૯નો મન્થલી પ્લાન લોંચ કર્યો છે. જેને '' ઝીરો ટચ''ના આપવામાં આવ્યું છે. જીઓના અધિકારીઓ મુજબ જેવી રીતે જીઓએ પ્રીપેઇડ મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝની સૂરત બદલી હતી. તેવી જ રીતે પોસ્ટપેઇડ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. ૧૫મેથી જીઓ પોસ્ટપેઇડ યુઝર માટે આ પ્લાન ઉપલબ્ધ થનાર છે.

ઝીરો ટચ પ્લાનમાં દર મહિને રૂ.૧૯૯ના ભાડામાં અનલીમીટેડ કોંલીગ અને ડાટા આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકોને અનલીમીટેડ લોકલ, નેશનલ અને રોમીંગ આઉટ ગોઇંગ કોલ, ૧૦૦ એસએમએસ અને ૨૫ જીબી ૪જી ડાટા મળશે. દરેક પોસ્ટપેઇડ ગ્રાહકોને પ્રીમીયમ જીઓ એપનું સબસ્ક્રીપશન પણ આપવામાં આવશે. આ પ્લાનની સૌથી મોટી વિશેષતા એ  છે કે કોઇપણ સિકયોરીટી ડિપોઝીટ વિના ઇન્ટરનેશનલ કોંલીગ આપવામાં આવશે. જેનો દર ૫૦ પૈસા પ્રતિમિનિટનો રહેશે

 જીઓ પોસ્ટપેઇડ સર્વીસ માટે ૧૫મે પછી એપ્લાય કરી શકાશે. જેના માટે તેમણે જીઓની વેબસાઇટ, જીઓ સ્ટોર અથવા કસ્ટમર કેરમાં ફોન કરીને જીઓ પ્રીપેઇડને પોસ્ટપેઇડમાં બદલાવી શકશે. (૪૦.૨)

(11:50 am IST)