Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

૨૦૧૯ માર્ચ ચુંટણી પહેલા ૮૦ ટકા ગંગા નિર્મળ થઇ જશેઃ ગડકરી

મોદી સરકારે ૨૦૧૫માં ગંગાની સફાઇ માટે નમામિ ગંગે યોજના હેઠળ ૨૦ હજાર કરોડ રૂ.ની રકમની ફાળવણી કરી છે

નવી દિલ્હી તા.૧૧: નિર્મળ ગંગા અંગે ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી નિતિન ગડકરીએ દાવો કર્યો કે આવતા વર્ષે માર્ચ સુધી ગંગા ૭૦ થી ૮૦ ટકા સુધી સ્પષ્ટ થશે જો કે તેઓએ તે જણાવ્યું નહિ કે હાલમાં ગંગા કેટલી સાફ છે.

ગડકરીએ કહ્યું કે સામાન્ય ધારણા છે કે નમામિ ગંગે કાર્યક્રમમાં કોઇ થઇ રહ્યું નથી તે યોગ્ય નથી ગંગાને પ્રદુષિત કરતી ૧૧૦૦ ઔદ્યોગિક એકમોમાં ૨૫૧ ઔદ્યોગિક એકમાનો બંધ કરવામાં આવ્યા છે માર્ચ ૨૦૧૯ સુધી ગંગા ૭૦ થી ૮૦ ટકા સાફ થઇ જશે ત્યારબાદ ડિસેમ્બર ૨૦૧૯ સુધી તેને મહદ્અંશે સાફ કરવાના આવશે.ગડકરીએ એક સેવાદદાતા સંમેલનમાં જે વાત કહી તો તે દરમ્યાન પટણા,કાનપુર, લખનૌ અને વારાણસીમાં પણ પત્રકાર વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ પત્રકાર વાર્તામાં સામેલ હતા. ગડકરીએ કહ્યું કે રાજ સરકારોએ ગંગામાં જતા નાલાનો યોગ્ય આંકડા ઉપલબ્ધ કરાવાના આવ્યાનથી ત્યારબાદ કેન્દ્રએ ગુગલ માનચિત્રની મદદથી ૨૧૧ મુખ્ય નાલો ઓળખ કરી છે જે ગંગાને પ્રદૃષિત કરી રહ્યા છે નાળાના ખરાબ પાણીને સાફ કરવા માટે ૨૦ મોડયુલર સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ૨૦૧૫માં ગંગાની સફાઇ માટે નમામિ ગંગે યોજના હેઠળ ૨૦ હજાર કરોડ રૂપિયાની રકમ ફાળવણી કરી છે પરંતુ અત્યારસુધી આ ધનરાશિના ઉપયોગી કરવાની ગતિ ધીમી રહી છે સ્થિતિ એ છે કે હાલમાં તેમાંથી સરકાર અંદાજે ૨૦ ટકાનો ખર્ચ કરી રહી છે કેન્દ્રીય જળ સંશોધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલયના સચિવ યુપી સિંહનું પણ કહેવું છે કે આયોજના પહેલા વર્ષમાં અંદાજે ૬૦૨ કરોડ રૂપિયા, અને બીજા વર્ષમાં ૧૦૬૨ કરોડ રૂપિયા અને ત્રીજા વર્ષમાં ૧૬૨૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામા આવ્યા છે.(૯.૩)

(11:48 am IST)