Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા જગન્નાથને વીજળી તંત્રએ 8.65 લાખનું બિલ ફટકાર્યું :ગળેટુંપો ખાઈ આપઘાત કરી લીધો

મહારાષ્ટ્ર્ના ઔરંગાબાદ જિલ્લામાં બનાવ :17 મી સુધીમાં બિલ ના ભરે તો 10 હજાર દંડ ભરવો પડે તેમ હતો

મુંબઈ :મહારાષ્ટ્રમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા એક વ્યક્તિને વીજળી વિભાગે 8.65 લાખનું બિલ ફટકાર્યાંનું બહાર આવ્યું છે મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના ઈલેક્ટ્રિસિટી બોર્ડે ભારત નગર વિસ્તારમાં રહેતા જગન્નાથ નેહાજી શેલ્કેને વિભાગ તરફથી 8.65 લાખ રૂપિયાનું (એપ્રિલ મહિના માટે) લાઈટ બિલ મોકલી દીધું.

    એક ન્યૂઝ પેપર અનુસાર લાઈટ બિલથી પરેશાન જગન્નાથે ગળે ટૂંપો દઈને આત્મહત્યા કરી લીધી. પોલીસે ગુરુવારે (10 મે)એ જણાવ્યું કે જગન્નાથે સવારે 4.30થી 5 વાગ્યા વચ્ચે ગળે ટૂંપો આપી દીધો. 17મી મે સુધીમાં લાઈટ બિલ ન ભરવા પર તેને 10 હજાર રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડી શકે તેમ છે. જગન્નાથ શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લાખોનું બિલ આવતા તે ખૂબ તણાવમાં હતો. જગન્નાથે એક સ્યૂસાઈડ નોટ પણ લખી છે જેમાં તેણે વધારે પડતા લાઈટ બિલના કારણે મજબૂર હોવાની વાત લખી છે. પોલીસે સ્યૂસાઈડ નોટને પોતાના કબજામાં લીધી છે.

   જગન્નાથના પરિજનોએ શબનો સ્વીકાર કરવાથી ઈનકાર કરી દીધો છે. તેઓ મહારાષ્ટ્રના વિજળી વિભાગ સામે ફરિયાદ દાખલ કરવાની માગણી કરી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે જગન્નાથે બિલને લઈને બોર્ડના અધિકારીઓને સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે પણ બિલ ચૂકવી દેવા માટે કહ્યું. આરોપ છે કે બોર્ડના અધિકારીઓ તેની વાત સાંભળવા માટે પણ તૈયાર નહોતા.

   ઔરંગાબાદ સ્થિત વીજળી બોર્ડે મામલા બન્યો હોવાની વાત સ્વીકારી છે. અધિકારીઓએ જણાવ્યું કે એક ક્લર્કની બેદરકારીને કારણે ખોટું બિલ બની ગયું. બોર્ડના ઓફિસરોએ કહ્યું કે જગન્નાથે હાલમાં જ નવું મીટર નખાવ્યું હતું. ખોટું બિલ બનાવનારા કર્મચારીનો ઓળખ સુનીલ કૌલ તરીકે કરાઈ છ
 સૂત્રોનું કહેવું છે કે જગન્નાથ દ્વારા આત્મહત્યાની ઘટના સામે આવ્યા બાદ તેને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયો છે. જણાવી દઈએ કે વિજળી પહોંચાડતી કંપનીઓ દ્વારા ઘણીવાર ખોટા બિલ મોકલવાની ખબરો સામે આવતી હોય છે.

(12:10 pm IST)