Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

આધારની સંવૈધાનિક યોગ્યતાને પડકારતી અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ:સંવૈધાનિક બેન્ચે ચુકાદો સુરક્ષીત રાખ્યો

ચાર મહિનામાં 38 દિવસો સુધી ચાલેલી મેરેથોન સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત

નવી દિલ્હી  આધાર અને તેનાં સંબંધિત 2016નાં કાયદાની સંવૈધાનિક યોગ્યતા મામલે સુનાવણી પૂર્ણ થઇ છે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટનાં પાંચ જજોની સંવૈધાનિક બેન્ચે હાલ ચુકાદો સુરક્ષીત રાખ્યો છે ચાર મહિના દરમિયાન 38 દિવસો સુધી ચાલેલી મેરેથોન સુનવણી બાદ ચુકાદો સુરક્ષીત રખાયો છે એટોર્ની  જનરલ કે.કે વેણુગોપાલે કહ્યું કે, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકાર નામનાં કેસ બાદ સુપ્રીમ કોર્ટનાં ઇતિહાસમાં આધાર કેસનો બીજો કિસ્સો છે. જેમાં સંવૈધાનિક પીઠનાં અધ્યક્ષ આટલી લાંબી સુનવણી ચાલી છે. 

   કોર્ટમાં એટોર્ની જનરલ કે.કે વેણુગોપાલે કેન્દ્રનો પક્ષ મુક્યો જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, રાકેશ દ્વિવેદી, શ્યામા દિવાન પણ ઘણા પક્ષકારોની તરફથી રજુ થયા.    અત્રે ઉલ્લેખનીય છે કે, આધારની સંવૈધાનિક યોગ્યતાને પડકારતા ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આધારનો મુદ્દો સમગ્ર દેશમાં ઘણો ચર્ચામાં રહ્યો છે. કોર્ટમાં સુનવણી દરિયાન ડેટાની સુરક્ષાનાં મુદ્દે પણ સવાલ ઉઠ્યા હતા 

   સુનવણી દરમિયાન કેન્દ્રએ આધારને મોબાઇલ ફોન સાથે લિંક કરાવવાનાં પોતાનાં નિર્ણયને મજબુતી સાથે બચાવ કર્યો. જો કે સુપ્રીમ કોર્ટે મોબાઇલ ફોનને આધાર સાથે ફરજીયાત રીતે જોડવાનાં સરકારનાં નિર્યણ અંગે સવાલો પેદા કર્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મોબાઇલ યુઝર્સે ફરજીયાત સત્યતા તેનાં ગત્ત આધેશને હથિયાર તરીકે ઉપયોગ કર્યો. 

   તે વાત અંગેની આશંકા વ્યક્ત કરવામાં આવી કે આધાર માટે લેવાયેલી માહિતી કેટલી સુરક્ષીત છે ? 18 એપ્રીલે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરતા કહ્યું કે, આધાર ડેટા લીક થવાથી ચૂંટણીનું પરિણામ પ્રભાવિત થઇ શકે છે. કોર્ટે કહ્યું કે, આધાર માટે લેવાતો ડેટા સુરક્ષીત છે. તે કહેવું મુશ્કેલ છે કારણ કે દેશમાં ડેટા સુરક્ષા મુદ્દે કોઇ કાયદાકીય હાજરી નથી. 

   બેંચમાં રહેલા જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડે કહ્યું કે, જો આધાર ડેટાનો ઉપયોગ ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરવામાં થશે તો શું લોકશાહી બચી શકશે. ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફેસબુકનાં ડેટાનો અયોગ્ય રીતે ઉપયોગનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. 

(9:08 am IST)