Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અહો આશ્ચર્યમ :મહારષ્ટ્રમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસને આપ્યું સમર્થન !

સાંગલીના પલૂસ કડેગામ વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં શિવસેનાએ ઉમેદવાર ના ઉતાર્યો

મુંબઈ :રાજકારણમાં કોઈ કાયમી શત્રુ કે મિત્રો હોતા નથી એમ કહેવાય છે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ અને સામ્યવાદીઓએ મમતા બેનર્જી વિરુદ્ધ ગુપચુપ રીતે એકજુથ થવા હિલચાલના અહેવાલો વચ્ચે મહારાષ્ટ્રમા પણ ભાજપનો સાથીપક્ષ શિવસેનાએ કોંગ્રેસ સાથેના ઈલ્લુઈલ્લુ કરતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે મહારાષ્ટ્ર્ના સાંગલી જિલ્લામાં પલૂસ કડેગામ વિધાનસભા સીટ પર યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મીલાવી લીધો છે, જેના કારણે ભાજપને ઝટકો આપ્યો હતો. શિવસેના આ સીટ પર પોતાનો ઉમેદવાર નહીં ઉતારવાની જાહેરાત કરી છે. પૂર્વ મંત્રી પતંગરાવ કદમના મૃત્યુ બાદ ખાલી પડેલી સીટ પર કોંગ્રેસ તરફથી વિશ્વજીત કદમ ચૂંટણી લડી રહ્યાં છે.

   વિશ્વજીત કદમ સ્વર્ગસ્થ પૂર્વમંત્રીના પુત્ર છે, ભાજપે વિશ્વજીત સામે સંગ્રામ સિંહ દેશમુને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. જો કે શિવસેનાએ કદમને સમર્થન જાહેર કર્યું છે. સાથે જ શિવસેનાએ ભાજપને સલાહ આપતા જણાવ્યું કે તેઓએ પણ આ સીટ પર કોઇ ઉમેદવાર ઉભા રાખવા ન જોઇએ, જો ભાજપ એવું કરે છે તો તે ખરા અર્થમાં સ્વર્ગસ્થ પતંગરાવ કદમને શ્રદ્ધાંજલી હશે.

    શિવસેનાની સલાહ પર ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે જો એવું જ હોય તો શિવસેનાએ પાલઘર લોકસભા સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો ન રાખવો જોઇએ કારણ કે આ સીટ પર ભાજપના સાંસદના નિધન બાદથી ખાલી પડી છે. ભારતીય વિદ્યાપિઠના સંસ્થાપક પતંગરાવ કદમનું આ વર્ષે 9 માર્ચે નિધન થયું હતું, પતંગરાવે સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

(12:00 am IST)