Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બ્રાઝીલની પ્રથમ મહિલા માર્સેલા ટેમર પોતાના પાળતું કૂતરાને બચાવવા તળાવમાં કૂદી પડ્યાં

 

બ્રાઝીલની પ્રથમ મહિલા માર્સેલા ટેમર પોતાના પાળતું કૂતરાને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યાં હતા  તળાવ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું છે. કૂતરાને તળાવમાં ડૂબતો જોઈ માર્સેલા તરત પાણીમાં કૂદી પડી હતી  34 વર્ષીય માર્સેલા બગીચામાં ફરી રહ્યાં હતા, ત્યારે તેમનો કૂતરો કેટલીક બતકોને જોઈ તળાવમાં કૂદી પડ્યો.

   પહેલા રાષ્ટ્રપતિએ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને તેને બચાવવા માટે કહ્યું પણ તેમણે ના પાડી દીધી. ડૉગ સાથે ગાઢ લગાવ હોવાને કારણે માર્સેલા પોતે પાણીમાં કૂદી પડ્યાં અને કૂતરાને બચાવી લીધો. જણાવાવામાં આવ્યું છે કે, કૂતરાને બચાવવાની ના પાડી દેનારા સુરક્ષાકર્મીને રાષ્ટ્રપતિ ભવનમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

   રાષ્ટ્રપતિ મિશેલ અને તેમના પત્ની પાસે બે ડૉગ્સ છેપિકોલી અને થોર. પિકોલી અવારનવાર માર્સેલા સાથે મિટિંગ્સમાં જોવા મળે છે અને તે મિટિંગ્સમાં ખલેલ પહોંચાડવાને કારણે ઘણીવાર ચર્ચામાં આવી ચૂક્યો છે.

   ઘટના પર એક બ્લૉલરે લખ્યું કે, ‘માર્સેલાના ડૉગે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, તે મિશેલની સાથે રહી શક્યો નહીં.’ સોશિયલ મીડિયા પર તેમની બહાદુરીની મજાક પણ ઉડાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ઉંમરમાં પોતાનાથી 43 વર્ષ મોટા મિશેલ ટેમર સાથે લગ્ન કરવાને લીધે પણ માર્શેલા મીડિયાના નિશાના પર આવ્યા હતા

(12:00 am IST)