Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

હવે બ્રિટનમાં પણ દલિતો સાથે દુર્વ્યવહાર મામલે કાયદો લાવવાની તૈયારી

નવી દિલ્હી : દેશમાં દલિતો પ્રત્યે દુર્વ્યવ્હારની ફરિયાદો અને અન્યાય થયાની લાગણી ઉઠી રહી છે અનુસૂચિત જાતી જનજાતી ઉપ્તીડન નિવારણ કાયદામાં બે મહિના પહેાલ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ફેરફારથી ભારતમાં દલિત આંદોલન થઇ ગયું છે. તમામ ઘટનાક્રમ વચ્ચે દલિતોની લડાઇ માત્ર ભારતમાં નહી પરંતુ બ્રિટનમાં પણ ચાલી રહી છે

   બ્રિટનમાં દક્ષિણ એશિયા મુળનાં 30 લાખ લોકો રહે છે.બ્રિટનની એજન્સીઓનું અનુમાન છે કે, તેમાંથી 50 હજારથી 2 લાખની વચ્ચેની વસ્તી દલિતોની છે. બ્રિટનમાં ભારતની જેમ દલિત ઉત્પીડન અટકાવવા માટે કોઇ કાયદો નથી જો કે ત્યાં વંશીય ભેદભાવ અટકાવવા માટે સમાનતાનો કાયદો છે. ભારતીય મુળનાં દલિતોનો દાવો છે કે જો અશ્વેત વ્યક્તિ વંશીય ભેદભાવનો શિકાર થાય તો તે ફરિયાદ દાખલ કરીને ન્યાય માટેની અપીલ કરી શકે છે. પરંતુ કોઇ દક્ષિણ એશિયન મુળનાં વ્યક્તિને જાતીસુચક શબ્દ કહેવામાં આવે અથવા તેની સાથે છુતઅછુતનું વર્તન થાય તો ન્યાય મળવાની વાત તો દુર પરંતુ તે અધિકારીઓને સમજાવી પણ નથી શકતો કે તેની સાથે વંશીય ભેદભાવ કરતા પણ ખતરનાક જાતીય ભેદભાવ થઇ રહ્યો છે

   રિપોર્ટમાં બ્રિટનમાં રહેતા દલિત સમુદાયનાં લોકો અને ત્યાં કામ કરી રહેલા બે ડઝનથી વધારે દલિત સંગઠનો સાથે વાતચીત કરવામાં આવી. શાળામાં કરાયેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, ભારત મુળનાં સવર્ણ છાત્રો પોતાનાં સહપાઠી દલિત વિદ્યાર્થીઓને જાતીસુચક શબ્દોથી સંબોધે છે. એક એવો કિસ્સો સામે આવ્યો જ્યારે એક વ્યક્તિ તમામ મિત્રો સાથે સારા સંબંધો હતા પરંતુ તેની જાતી અંગે જાણ થયા બાદ તમામ તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. બીજા એક કિસ્સામાં વિદ્યાર્થીએ શાળાએ આવવાનું છોડી દીધું હતું, તે ઘરે રહીને ઇયરફોન દ્વારા ક્લાસ એટેન્ડ કરતો હતો

(12:00 am IST)