Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

આઝાદીની લડાઈ લડનારા જિન્નાહ મહાપુરુષ હતા અને રહેશે :તસ્વીર વિવાદ નિરર્થક :સાંસદ સાવિત્રીબાઈ ફૂલે

ગરીબી,ભૂખમરા જેવા મહત્વપૂર્ણ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા જાણીજોઈને આવા મુદ્દાઓ ઉઠાવાઈ રહ્યાં છે

 

ઉત્તરપ્રદેશના બહરાઈચના ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું કે મોહમમ્દ અલી જિન્નાહે આઝાદીની લડાઈ લડી છે અને તેઓ એક મહાપુરુષ હતા,ફુલેએ કહ્યું કે તેની તસ્વીરનો વિવાદ નિરર્થક છે કારણ કે તેઓ મહાપુરુષ હતા અને રહેશે 

  ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું કે આવા મહાપુરુષોની તસ્વીર જ્યા જરૂર હોય ત્યાં લગાવવી જોઈએ તેણીએ એમ પણ કહ્યું કે ગરીબી,ભૂખમરા જેવા મહત્વપૂર્ણ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા જાણીજોઈને આવા મુદ્દાઓ ઉઠાવાઈ રહ્યાં છે

(12:00 am IST)