Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાન જાગૃતિ માટે નવતર પ્રયોગઃ માતા-પિતા શાહી લગાવેલી આંગળી સ્‍કૂલમાં બતાડશે તો વિદ્યાર્થીઓને બબ્‍બે માર્કસ મળશે

બેંગલુરૂઃ કર્ણાટકમાં યોજાનાર ચૂંટણી પહેલા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં માતા-પિતા મતદાન કરશે તો તેમના સંતાનોને સ્‍કૂલ તરફથી બબ્બે માર્કસ આપવામાં આવશે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે ચૂંટણી કમિશને સાથે ઘણી સંસ્થાઓ પણ કામ કરી રહી છે. કર્ણાટક એસોસિએટેડ મેનેજમેંટ ઓફ પ્રાઇમરી એન્ડ સેકેંડરી પણ સામેલ થઇ ગઇ છે. એસોસિએશનનું કહેવું છે કે જો માતા-પિતા મતદાન કરશે તો તેમના બાળકોને સ્કૂલમાં વધારાના માર્ક્સ મળશે. આ યોજના પાછળની મંશા એ છે કે બાળકો માટે વાલીઓ જરૂર મતદાન કરવા જશે. સાથે જ બાળકો નંબર માટે માતા-પિતાને મતદાન કરવા માટે જાગૃત કરશે. 

એસોસિએશનનું કહેવું છે કે દેશના અલગ-અલગ ભાગોમાં મતદાનની ટકાવારી સતત ઘટી રહી છે, જે કોઇપણ લોકતાંત્રિક વ્યવસ્થા માટે યોગ્ય નથી. તો બીજી તરફ દેશમાં બાળકોના સારા નંબરને લઇને માતા-પિતા ખૂબ એક્ટિવ રહેવા લાગ્યા છે. એટલા માટે અમે બંને વાતોને એકબીજા સાથે જોડી લોકતંત્રને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

એઓસિએશનનું કહેવું છે કે 'અમે નક્કી કર્યું છે કે આ સ્કૂલોમાં યોજાનારી પરીક્ષામાં 4 માર્કસ વોટિંગ માટે રાખવામાં આવ્યા છે. તેમાં નિયમ એ પણ છે કે જો કોઇ બાળકના માતા-પિતાને બંને મતદાન કરે છે તો 2-2 માર્ક્સ મળશે. માતા-પિતા શાહી લાગેલી આંગળી સ્કૂલમાં બતાવવી પડશે. 

એસોસિએશને કહ્યું કે તેમણે 2013માં આ પ્રકારની પ્રેક્ટિસને કરી હતી, જેનો ખૂબ ફાયદો જોવા મળ્યો હતો. એસોસિએશનના મહાસચિવ ડી શશિ કુમારે જણાવ્યું કે આ વખતે આ પ્રયત્નને પણ વ્યાપક રીતે લાગૂ કરવા અને વધુમાં વધુ સ્કૂલોને તેનાથી જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે કર્ણાટકના દરેક નાગરિકને અપીલ કરી છે કે તે મતદાન કરે. ભલે તે NOTA બટન દબાવે. તેમણે જણાવ્યું કે 10મા ધોરણા વિદ્યાર્થીઓને માર્કસ આપવામાં આવતાનથી. તે બોર્ડ પરીક્ષા લે છે. એટલા માટે એવા માતા-પિતા મતદાન કરે છે તો તેમને પુરસ્કાર આપવામાં આવશે. 

(12:00 am IST)