Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

દેશમાં કોરોના કેસમાં ભયાનક ઉછાળો : રોજ નવા રેકોર્ડબ્રેક કેસ : છેલ્લાં 24 કલાકમાં 1.56 લાખથી વધુ નવા કેસ ,એક્ટિવ કેસ 11.89 લાખને પાર :કુલ કેસ 1.35 કરોડના આંકને પાર પહોંચ્યા : વધુ 758 લોકોના મોત

મહારાષ્ટ્ર માં સૌથી વધુ 63,294 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ, કર્ણાટકમાં 10,250 કેસ,રાજસ્થાન , ગુજરાત અને મધ્યપ્રદેશમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા :

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 1.56 લાખથી વધુ  નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં  758 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 11 ,89 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 1.56 ,351 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.35,11,816 થઇ છે છેલ્લા 24 કલાકમાં 68,504 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.21,46,837 લોકોએ કોરોનાને મહાત આપી છે

મહારાષ્ટ્ર માં સૌથી વધુ  63,294 નવા કેસ નોંધાયા છે જયારે :ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને  કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા છે જયારે ,રાજસ્થાન , ગુજરાત અને મધ્યપ્રદેશમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે

 

(11:05 pm IST)
  • કોરોનાનો કહેર વધતા ઈરાનમાં 10 દિવસનું લોકડાઉન જાહેર: ઓફિસમાં તેના ત્રીજા ભાગના કર્મચારીઓની હાજરીનો આદેશ: તેહરાન અને દેશના 250 અન્ય શહેરો અને નગરોને ‘રેડ ઝોન’ તરીકે ઘોષિત કરાયા : તમામ ઉદ્યાનો, રેસ્ટોરાં, બેકરીઓ, બ્યુટી પાર્લરો અને મોલ્સ પણ લોકડાઉન હેઠળ આવશે.: શનિવારે ઈરાનમાં 19,600 થી વધુ નવા કેસ નોંધાયા : 193 દર્દીઓનાં મોત નીપજ્યાં access_time 12:56 am IST

  • કોરોનાનો કહેર વધતા દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન જાહેર : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી : મહારાષ્ટ્રથી હવાઇ માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જૂનો પોતાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે: તમામ પ્રકારના સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, રમત ગમત, મનોરંજન, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડા પર પ્રતિબંધ access_time 12:41 am IST

  • તેલંગણાની વીમા તબીબી સેવા અને રાજ્ય કર્મચારી વીમા વિભાગ સાથે સંકળાયેલા રૂ. 200 કરોડના કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે હૈદરાબાદમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આશરે 3 કરોડની રોકડ, આશરે 1 કરોડની કિંમતના ઝવેરાત, કોરા ચેક, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અને બેંકોના ઘણા લોકરો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ દરોડા એક પૂર્વ પ્રધાન અને તેના અંગત સહાયકના સબંધીઓ પર પણ પાડવામાં આવ્યા હતા. access_time 11:56 pm IST