Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

મધ્યપ્રદેશમાં કોરોના વકરતા ઇન્દોર ઉજૈન સહીત અનેક શહેરોમાં 19મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું : ઠેર-ઠેર કલમ 144 લાગુ

ઇન્દોર શહેર, રાઉ નગર, મહૂ નગર, શાજાપુર શહેર અને ઉજ્જૈન શહેર બડવાની, રાજગઢ, વિદિશા જિલ્લામાં19મી સુધી અને બાલાઘાટ, નરસિંહપુર, સિવની જિલ્લા અને જબલપુર શહેરમાં 12 એપ્રિલની રાતથી 22 એપ્રિલની સવાર સુધી લોકડાઉન

ભોપાલ : મધ્યપ્રદેશમાં કોરોના કહેર વધતા શિવરાજ સરકાર દ્વારા ઈન્દોર, ઉજ્જૈન સહિત અને ક શહેરોમાં 19 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. તો કેટલાક શહેરોમાં શુક્રવાર રાતથી સોમવારે સવાર સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે વધારીને 19 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. 

આ નિર્ણય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શનિવારે જિલ્લા આપદા પ્રબંધન સમિતિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મહામારીના ફેલાવાને લઈને વિસ્તૃતમાં ચર્ચા કરાઇ હતી. આ બેઠક બાદ ઠેર-ઠેર કલમ 144 પણ લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

  ઇન્દોર શહેર, રાઉ નગર, મહૂ નગર, શાજાપુર શહેર અને ઉજ્જૈન શહેરમાં આગામી 19 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યા સુધી અને બડવાની, રાજગઢ, વિદિશા જિલ્લામાં 19 એપ્રિલ સુધી 6 વાગ્યા સુધી તેમજ બાલાઘાટ, નરસિંહપુર, સિવની જિલ્લા અને જબલપુર શહેરમાં 12 એપ્રિલની રાતથી 22 એપ્રિલની સવાર સુધી  લોકડાઉન રહેશે 

ઝડપથી ફેલાયેલ કોરોના વચ્ચે રાજધાની ભોપાલમાં એવી સ્થિતિ સર્જાઇ છે સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં શબના અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યાની અછત સર્જાઇ છે. મોટી સંખ્યામાં મૃતકોની અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યા હતા

(12:00 am IST)