Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યુપીમાં ગાઝિયાબાદ સિવાય મતની ટકાવારી ઘટી :બિહારમાં ઔરંગાબાદ સિવાય મતદાન વધ્યું

જમ્મુમાં 72 ટકા,બારામુલ્લામાં 35 ટકા,મિઝોરમમાં 63 ટકા,અસમમાં 67 ટકા,ત્રિપુરામા અને પશ્ચિમ બંગાળમાં 81 ટકા,મહારાષ્ટ્રમા 56 ટકા અને ઓડિસામાં 68 ટકા મતદાન

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાની 91 સીટો પર મતદાન પ્રક્રિયા સંપન્ન તઈ ચુકી છે. ઈલેક્શન કમિશને ઉત્તર પ્રદેશની આઠ અને બિહારની ચાર લોકસભા સીટો પર સાંજે 6 કલાક સુધીના મતદાનના આકડા જાહેર કરી દીધા છે

 યૂપીમાં જ્યાં ગાઝિયાબાદને છોડી બાકી સાત સીટો પર મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો. જ્યારે બિહારમાં માત્ર ઔરંગાબાદને છોડી દઈએ તો, બાકી ત્રણ સીટો પર મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે.

    સાંજે 6 કલાક સુધી જમ્મૂ-કાશ્મીરની બે સીટો બારામૂલા પર 35.01% જ્યારે જમ્મૂમાં 72.16% મતદાન નોંધાયું છે. મિઝોરમમાં 62.59%, અસમમાં 67.4% જ્યારે ત્રિપુરામાં 81.23% મતદાન થયું છે. લક્ષ્યદ્વીપમાં 66%, મહારાષ્ટ્રમાં 56%, ઓડિશામાં 68%, પશ્ચિમ બંગાળમાં 81%, નાગાલેન્ડમાં 78%, મણિપુરમાં 78.2%, ઉત્તરાખંડમાં 58% વોટિંગ નોંધાયું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, તબક્કામાં મોદી સરકારના 8 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. જેમાં કેન્દ્રીય મંત્રી જનલર (રિટાયર્ડ) વીકે સિંહ, નિતિન ગડકરી, હંસરાજ અહીર, કિરણ રિજીજૂ સામેલ છે. વોટિંગ દરમ્યાન આંધ્રપ્રદેશમાં હિંસાના સમાચાર છે

(9:56 pm IST)