Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાજનાથ સિંહે પૂછયું-૨૦૦૦ રૂપિયાનો હપ્તો મળ્યો? ખેડૂતોએ કહ્યું 'નથી મળ્યો'

રાજનાથસિંહ સવાલ પૂછીને ભોંઠા પડ્યા

પટણા, તા.૧૧: લોકસભા ચૂંટણી ૨૦૧૯ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પહેલા ચરણ માટે થઇ રહ્યું છે. મતદાન તો અન્ય ચરણો માટે પ્રચાર હજુ ચાલે છે. રેલીઓ દરમિયાન એવી ઘણી ઘટનાઓ બને છે જે નેતાઓ માટે મુશ્કેલી પેદા કરી નાખે છે. આવું જ કંઈક ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે બન્યુ, જયારે તેઓ બિહારમાં રેલી કરી રહ્યા હતા. અહીં રેલી કરતા રાજનાથે પૂછ્યું કે શું તમને કિસાન યોજના હેઠળ ૨૦૦૦ રૂપિયા મળ્યા છે? તો ખેડૂતો તરફથી જવાબ મળ્યો કે 'નથી મળ્યા.'હકીકતમાં રાજનાથ સિંહ બુધવારે બિહારના પૂર્ણિયા સીટ પર એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન રાજનાથ લોકોએ પૂછ્યું કે શું તમને પ્રધાનમંત્રી ખેડૂત સ્માન યોજના હેઠળ ૨૦૦૦ રૂપિયાનો હપ્તો મળ્યો? તો ખેડૂતોએ તેનો જવાબ ના પાડીને આપ્યો.આ બાદ 'ના'ની બૂમો પાડનારા લોકોને રાજનાથ સિંહે હાથ નીચે કરવા કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ ૨-૪ વ્યકિતને પૈસા મળ્યા હોય તો હાથ ઊંચા કરે. પરંતુ કોઈએ હાથ ઊંચો ન કર્યો. હેરાન થયેલા રાજનાથ સિંહે સ્ટેજ પર બેઠેલા લોકોને સવાલ પૂછ્યો કે શું સાચેજ પૈસા નથી મળ્યા?મંચ પર થોડો સમય વાત કર્યા બાદ રાજનાથ સિંહે અહીં ઉપસ્થિત લોકોને આશ્વાસન આપ્યું કે અમે લોકો દેશના ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની મદદ કરી રહ્યા છીએ. જે મુજબ ૨૦૦૦ રૂપિયાનો પહેલા હપ્તો જલ્દી અપાઈ રહ્યો છે. જે ખેડૂતોને નથીં મળ્યા તેમને જલ્દી જ પહેલો હપ્તો મળી જશે.ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના થોડા સમયે પહેલા જ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના લોન્ચ કરી હતી. જે હેઠળ ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ૬૦૦૦ રૂપિયા વાર્ષિક મદદ મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯માં પોતાના સંકલ્પ પત્રમાં વાયદો કર્યો છે કે જો ફરીથી સરકાર બનશે તો દેશના બધા ખેડૂતોને આ રકમ મળશે.

(3:51 pm IST)