Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

૪૩ દિવસ બાદ આંતરરાષ્ટ્રીય મીડિયાને બાલાકોટ લઇ જતી પાકિસ્તાનનની સેના

મીડિયાને મદરેસા તેમજ આસપાસના વિસ્તારની મુલાકાત કરાવી

નવીદિલ્હી,તા.૧૧: બાલાકોટમા ભારતે કરેલી એર સ્ટ્રાઈકના ૪૩ દિવસ બાદ પાકિસ્તાનની સેનાએ આંતરરાષ્ટ્રીય મીડિયા કર્મચારીઓના એક સમૂહ અને વિદેશી રાજદ્વારીઓને મદરેસા તેમજ તેની આસપાસના વિસ્તારોની મુલાકાત કરાવી હતી આ જગ્યાએ ભારતે જૈશ એ મહંમદના આતંકી તાલિમ કેમ્પ પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાનની સેનાએ આ રીતે ૪૩ દિવસ બાદ પત્રકારો અને રાજદ્વારીઓની ટીમને બાલાકોટના મદરેસા અને આસપાસના વિસ્તારમા લઈ જઈ જાત માહિતી આપવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પત્રકારો તેમજ અન્ય દેશના રાજદ્વારીઓને લગભગ દોઢ કલાક પગપાળા જવાની ફરજ પડી હતી.આ અંગે મીડિયા અહેવાલમા જણાવવામા આવ્યુ છે કે તેઓ જ્યારે મદરેસામા ગયા ત્યારે ત્યાં ૧૨ થી ૧૩ વર્ષના લગભગ ૧૫૦ બાળકો હતા અને તેમને કુરાન પઢાવવામા આવતી હતી.મીડિયા ટીમે લગભગ ૨૦ મિનીટ મુલાકાત લીધી હતી તેમને તસવીરો લેવાની મંજુરી આપવામા આવી હતી. મીડિયાએ મદરેસામા કેટલાંક શિક્ષકો સાથે વાત કરી હતી તેમજ કેટલાંક સ્થાનિક લોકો સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો પણ તેઓ જલ્દી કરો વધુ લાંબી વાત ન કરતા તેમ જણાવ્યુ હતુ. આ દરમિયાન પત્રકારોની ટીમે પહાડના ઢોળાવ પર એક મોટો ખાડો જોયો હતો જે ભારતીય વિમાનોઅ કરેલા હુમલાના કારણે પડી ગયો હતો. સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યુ કે આ જુની મદરેસા છે અને અહિ હંમેશાથી આવુ જ જોવા મળે છે. ૪૩ દિવસ બાદ મીડિયાને અહિ કેમ લાવવામા આવ્યુ તે અંગે તેમણે જણાવ્યુ હતુ કે આ વિસ્તારમા અસ્થિર હાલતના કારણેે લોકોને અહિ લાવી શકાય તેમ ન હોવાથી શકય ન હતુ. અને હવે અમને લાગ્યુ કે મીડિયાની મુલાકાત માટે આ યોગ્ય સમય છે તેથી અમે આ આયોજન કર્યુ છે. જોકે ભારતે આ વિસ્તારમા એર સ્ટ્રાઈક કરી હોવાના દાવાને પાકિસ્તાને ખોટી વાત ગણાવી તે વખતે અમે આ વિસતારમા મીડિયાને લઈ જઈ સાચી માહિતી બહાર લાવીશુ તેમ જણાવ્યુ હતુ.

(3:42 pm IST)