Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાહુલ ગાંધી નિશાનબાજના નિશાન ઉપરઃ સ્નાઇપર ગન દ્વારા ૭ વખત નિશાન લેવાયું

કોંગ્રેસનો ખળભળાટ મચાવતો આરોપઃ રાહુલના ચહેરા પર લેસરથી નિશાન લેવાયેલ

નવી દિલ્હી : અમેઠીમાં ઉમેદવારી વખતે રાહુલની સુરક્ષામાં ગંભીર ચુકનો કોંગ્રેસનો આરોપ : રાજનાથને લખ્યો પત્ર : તપાસની માંગણી કરી : નામાંકન બાદ જયારે રાહુલ પત્રકારો સાથે વાત કરતા હતાં તે વખતે તેના માથાના હિસ્સા પર લીલા રંગના લેઝરથી ટાર્ગેટ કરાયા હતાં : ૭ વાર આવું બન્યું હતું : આ સુરક્ષાની ખામી કહેવાય

કોંગ્રેસે આજે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર પાઠવી ખળભળાટ મચાવતી વિગતો જાહેર કરી છે અને વિડીયો રેકોડીંગના પુરાવા આપવા પણ તૈયારી બતાવી છેે. તથા રાહુલ ગાંધીના સુરક્ષામાં મોટી ખામીઓ-ચુક હોવાનુ કહયું છે.

આ પત્રમાં કોંગ્રેસે ૮ અવો દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચહેરા ઉપર અજાણ્યા લોકોએ લેસર કિરણો દ્વારા નિશાન કોંગ્રેસે આ પત્રમાં દાવો કર્યો છે કે ભાડૂતી મારાઓ દ્વારા- સ્નાઈપર ગન દ્વારા રાહુલ ગાંધી ઉપર ૭- ૭ વખત નિશાન લગાવાયું છે.

કોંગી દિગ્ગજો શ્રી અહેમદ પટેલ, શ્રી જયરામ રમેશ અને શ્રી રણદિપ સીંગ સુરજેવાલાએ ગૃહમંત્રીનો પાઠવેલા પત્રમાં રાહુલ ગાંધીના જીવન ઉપર તોળાઈ રહેલા જોખમ અને કોંગી અધ્યક્ષની સલામતીમાં રહેલ ગંભીર છીંડા તરફ ધ્યાન દોર્યું છે.

(3:39 pm IST)