Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

નોઇડામાં મતદાન બૂથ બહાર લોકોને કેસરી રંગના 'નમો ફૂડ પેકેટ'નું વિતરણ, EC ચોંકયુ :માંગ્યો રિપોર્ટ

સ્થાનિક નમો ફૂડની દુકાને કેટલાક ફૂડ પેકેટ બનાવડાવ્યાં હતાં:પાર્ટીનો હાથ નથી

નવી દિલ્હી :નોએડાનાં ગૌતમ બુદ્ધ નગરમાં મતદાન માટે પોલિંગ બૂથ પર લાઇનમાં ઉભા લોકોને કેસરી રંગના ફૂડ પેકેટ જેની પર 'નમો ફૂડ' લખ્યું હતું તે વહેંચાઇ રહ્યાં હતાં. યુપીનાં ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસરે આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે આનાથી આચાર સંહિતાનો ભંગ થયો છે કે નહીં.

    જોકે ગૌતમ બુદ્ધ નગરનાં એસએસપીએ નકાર્યું છે કે આ ફૂડ પેકેટ સાથે ભારતીય જનતા પાર્ટીને કોઇ લેવાદેવા નથી. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીનાં નરેન્દ્ર મોદીને નમોનાં લાડકવાયા નામથી બોલાવવામાં આવે છે.

     એસએસપી વૈભવ ક્રિશ્નાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, 'એક અફવા ફેલાઇ રહી હતી કે કેટલાક પોલીસનાં માણસો મતદારોને કોઇ પાર્ટીનાં કહેવાથી ફૂડ પેકેટ આપી રહ્યાં છે. જે એકદમ ખોટી વાત છે. સ્થાનિક નમો ફૂડની દુકાને કેટલાક ફૂડ પેકેટ બનાવડાવ્યાં હતાં. આમાં કોઇ જ રાજકીય પાર્ટીનો હાથ નથી. '

(1:26 pm IST)