Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાહુલ ગાંધી વડાપ્રધાનની રેસમાં નથી :કોઈ બીજો ચહેરો બનશે :કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળી શકે: શરદ પાવર

રાહુલ ગાંધી આટલા નબળા હોય તો પીએમ મોદી દરેક ભાષણ,રેલી અને નિવેદનમાં ઉલ્લેખ કેમ કરે છે

નવી દિલ્હી :પહેલા તબક્કાની ચૂંટણીના થોડા કલાકો પહેલા જ એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. પવારે કહ્યુ કે વિપક્ષનું પહેલુ લક્ષ્‍ય ભાજપને હરાવવાનુ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનવાની રેસમાં નથી.

  પવારે કહ્યુ કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને 100થી વધુ સીટો મળી શકે છે અને ચૂંટણી બાદ જ ગઠબંધન નિર્ણય લેશે કે દેશના પીએમ કોણ હશે, જે રીતે દેશની જનતાએ મનમોહન સિંહને દેશના પીએમ સ્વીકાર કર્યા હતા તે રીતે બીજો કોઈ ચહેરો દેશના પીએમ રૂપે સામે આવશે

  પવારને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે વ્યક્તિ કયા પક્ષના હશે તો પવારે કહ્યુ કે તે કોંગ્રેસ અને તેની સાથે શામેલ પાર્ટીની વચ્ચેનો હશે, પવારે કહ્યુ કે મહાગઠબંધનના નામની કોઈ વસ્તુ જ નથી. બસ આ શબ્દ ભાજપ તરફથી મતદારોને ગુમરાહ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

  પવારે એ પણ કહ્યુ કે ભાજપ અને પીએમ મોદી રાહુલ ગાંધીને એક નબળા નેતા તરીકે રજૂ કરી રહ્યા છે અને તે દરેક સમયે તેમના પર કટાક્ષ કરે છે પરંતુ શું તે એ જણાવી શકે છે કે જો તે આટલા નબળા નેતા છે તો પછી તેમની દરેક રેલી, ભાષણ અને નિવેદનમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ કેમ હોય છે.

(10:48 am IST)