Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાહુલ ગાંધી RSSની મદદ લઇ રહ્યા છે : મમતા બેનરજીનો આક્ષેપ

રાહુલ ગાંધીએ પણ મમતા બેનરજી પર ભાજપા સાથે વિતેલા સમયમાં સંધિ કરી હોવાનો આરોપ લગાવ્યો છે

કોલકાતા તા. ૧૧ : ચૂંટણી આવતા જ મોદી સરકારને મૂળમાંથી ઉખાડવા માટે એક મંચ પર ભેગા થઇ મહાગઠબંધનથી જોડાનાર મમતા બેનરજી અને કોંગ્રેસ વચ્ચે આરોપોનો મારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ મમતા બેનરજીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર RSSની મદદ લેવાનો આરોપ લગાવતા તેમની પર આકરા પ્રહારો કર્યા હતા. જેની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ પણ મમતા બેનરજી પર ભાજપા સાથે વિતેલા સમયમાં સંધિ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

 રાહુલ ગાંધીએ આ દરમિયાન મમતા બેનરજી પર કટાક્ષ કરતા જણાવ્યું કે, મમતા પૂછી રહ્યા છે કે અમે હકીકતમાં ભાજપા વિરોધ લડી રહ્યા છીએ, જેની સામે હું પૂછવા માંગૂ છું કે, રાફેલ મુદ્દો કોણે ઉઠાવ્યો? 'ચોકીદાર ચૌર છે' નો નારો કોણે આપ્યો? અમે બીજેપી સાથે કયારે પણ, કોઇ પણ રાજયમાં સંધિ કે કરાર કર્યો નથી.  

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં કોઇને પણ અડવાનો પ્રયત્ન કરશે તો અમે ભાજપાને નહી છોડીએ. ભાજપા નાગરિકતા સુધારણી બીલના નામ પર દેશમાંથી બધાને બહાર કાઠવાનું ષડયંત્ર કરી રહ્યું છે, અમે ભાજપાને બીલ સુધારણા નહી કરવા દઇએ. મતદાતાઓને કોંગ્રેસને મત ન આપવાની અપીલ કરતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે, RSSએ પાર્ટીના ઉમેદવારેને રાજયમાં મદદ કરી રહી છે. કોઇનું પણ નામ લીધા વગર તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ ઉમેદવાર બેદરામપુરથી ચૂંટણી લડી રહ્યા છે અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર જંગીપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે, જેમને RSSનું સમર્થન છે.

(10:22 am IST)