Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યુ.એસ.માં ફેડરલ કોર્ટ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોસીકયુટર સુશ્રી ડિયાન ગુજરાતીની ફેર નિમણુંકઃ સેનેટની બહાલી માટે મોકલાઇ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં ઇસ્ટર્ન ન્યુયોર્ક ફેડરલ કોર્ટ જજ તરીકે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરીથી ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોસીકયુટર સુશ્રી ડિયાન ગુજરાતીને નિમણુંક આપી છે તથા સેનેટની મંજુરી માટે મોકલેલ છે.

આ અગાઉ ૨૦૧૬ની સાલમાં તત્કાલિન પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પણ તેમને નિમણુંક આપી હતી પરંતુ સેનેટ જયુડીશીઅલ કમિટીની સર્વાનુમતે મંજુરી હોવા છતાં સેનેટ દ્વારા તેમની નિમણુંકને બહાલી આપવામાં આવી નહોતી. આ વખતે ફરીથી તેમની નિમણુંક કરી સેનેટની બહાલી માટે મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિઓમીરાવની નિમણુંકને સેનેટએ બહાલી આપી દીધી છે.

(9:19 pm IST)