Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મોદી સરકાર ખુદના વિરોધમાં ઉપવાસ કરશે!: કેજરીવાલ

કેજરીવાલે વડાપ્રધાનને 'કયુટ' કહીને મજાક ઉડાવીઃ ગૃહ ચાલે એ શાસકની જવાબદારી હોય..

નવી દિલ્હી તા. ૧૧ : એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનોરોગી કહેનાર કેજરીવાલે ફરીથી પીએમને 'કયૂટ' કહ્યું છે, કેમ કહ્યું છે તે બાબત જાણી તમને પણ હસવું આવશે. મળતી માહિતી મુજબ, ૧૨ એપ્રિલના રોજ ભાજપે એક દિવસીય ઉપવાસનું આયોજન કર્યું ઙ્ગછે.

આ ઉપવાસમાં દેશના તમામ ભાજપના સાંસદો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો સમાવેશ થશે.આ ઉપવાસના કારણે કેજરીવાલે વડાપ્રધાન મોદીને 'કયુટ' કહ્યું છે. વાસ્તવમાં કેજરીવાલે મોદીના ઉપવાસ રાખવાના નિર્ણય પર મજાક કરી છે. કેજરીવાલે ટ્વીટમાં લખ્યું છે કે, 'હવે તે ખરેખર સુંદર છે... માત્ર એક જ દિવસનો ઉપવાસ ... પોતાની સામે...!' હકીકતમાં ભાજપે આ ઉપવાસ વિરોધ પક્ષ સામે કરવાનો નિર્ણય છે, સંસદના સમગ્ર બજેટ સત્રને ચલાવવા માટે પરવાનગી આપવા માટે શાસક પક્ષના વિરોધમાં એક દિવસનો ઉપવાસ કરશે. આ ભૂખ હડતાળની જાહેરાતના કારણે ભાજપની ઘણી જગ્યાએ ટીકાઓ થઇ રહી છે કે, સંસદચલાવવાનું કામ સતા પક્ષનું ઙ્ગછે, તો આ કેમ ન થઇ શકયું ? અને હવે સરકાર પોતાના જ વિરોધમાં હડતાળ પર ઉતારી રહી છે.

(4:16 pm IST)