Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

૧ મેથી મોબાઇલમાં દેશી ભાષા ફરજીયાત

મુંબઇ તા. ૧૧ : દેશમાં ૧લી મેથી વેચાણ થનાર દરેક મોબાઇલ ફોનમાં દેશી અથવા ક્ષેત્રીય ભાષાને રાખવાનું ફરજિયાત થઇ જશે. મોબાઇલ નિર્માતા કંપનીને ઉપભોકતાઓ માટે આ સુવિધા આપવી ફરજિયાત થશે, આવું નહીં થવા પર સરકાર તેઓની પર દંડ પણ લગાવી શકે છે.

હવે ક્ષેત્રીય ભાષા નિયમને લાગુ કરવામાં સરકાર કોઇ પણ પ્રકારની ઢીલાશ નહીં કરે. હકીકતમાં મોબાઇલમાં ક્ષેત્રીય ભાષા નહીં હોવાને કારણે ગ્રાહકો સુધી દરેક પ્રકારની સરકારી સેવાઓની જાણકારી નથી પહોંચી રહી. આ જ કારણોસર મંત્રાલયે આ વખતે ફરીથી ક્ષેત્રીય ભાષાનાં નિયમને ફરજિયાતપણે લાગુ કરવાનો આદેશ આપ્યો છે.(૨૧.૯)

(11:41 am IST)