Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

શૂટીંગમાં ઓમ મિથરવાલેને બ્રોન્ઝ : ભારતના કુલ ૨૩ મેડલો

કોમનવેલ્થ ગેમ્સ દિવસ-૭ : હિના સિંધુ બાદ ડબલ મેડાલીસ્ટની યાદીમાં સ્થાન પામતો ઓમ : શૂટર જીતુ રાય નિશાન ચૂકયો : બોકસીંગમાં મેરી કોમનું મેડલ પાક્કુ : ગૌરવ સોલંકી પણ સેમીફાઈનલમાં

ગોલ્ડકોસ્ટ, તા. ૧૧ : કોમનવેલ્થ ગેમ્સમાં આજે સાતમા દિવસે શૂટીંગમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ૫૦ મીટર મેન્સ પિસ્તોલમાં ઓમ મિથરવાલેએ ભારતનું શાન વધારી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે હિના સિંધુ બાદ કોમનવેલ્થમાં બે-બે મેડલ જીતવાની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. જયારે ભારતના મહાન શૂટર જીતુ રાય નિશાન ચૂકી જતા મેડલ ગુમાવ્યુ હતું. મહિલા બોકસીંગમાં મેરી કોમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. એથી ભારતનું વધુ એક મેડલ પાક્કુ થઈ ગયુ છે. જયારે ગૌરવ સોલંકી પણ સેમીફાઈનલમાં પહોંચી ગયો છે. ૧૧ ગોલ્ડ સહિત ૨૩ મેડલો સાથે મેડલટેલીમાં ભારત ત્રીજા સ્થાને યથાવત છે. જયારે ઓસ્ટ્રેલિયા ૫૦ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૨ બ્રોન્ઝ સાથે પ્રથમ અને ૦૪ મેડલો સાથે ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે.

પિસ્તોલ સ્પર્ધામાં હિના સિદ્ધુએ નવો રેકોર્ડ બનાવ્યો હતો, પેરા પાવર લીફટર સચિન ચૌધરીએ બ્રોન્ઝ પોતાના નામે કર્યો હતો. હોકી, બેડમિન્ટન, ટેબલટેનિસ, કુસ્તીમાં ભારતને મેડલ મળે તેવી આશા છે. જો કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે મેડલો મેળવવામાં ભારત હજુ ઘણુ પાછળ છે.

૧૧ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૭ બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાને છે. શૂટીંગમાં ભારતના ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરશે તેવી આશા હતી. પરંતુ ગનન નારંગ અને ચેનસિંહ ૫૦ મીટરની રાઈફલ સ્પર્ધામાં મેડલો મેળવી શકયા ન હતા. જયારે મહિલાઓમાં ૨૫ મીટરની પિસ્તોલ સ્પર્ધામાં મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો.

(4:20 pm IST)