Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કાશ્મીરમાં મોડી રાતથી આતંકીઓને ઘેરી લીધાઃ એકાઉન્ટર ચાલુ

ફુલગામ જિલ્લામાં ૨ થી ૩ આતંકીઓ છૂપાયા છેઃ સામસામા ફાયરીંગમાં ૧ જવાન શહીદઃ ૨ જવાનો ઘાયલઃ ઇન્ટરનેટ સેવાઓ બંધ

શ્રીનગર તા. ૧૧ : દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં વનપોહ ખાતે ગઇ મોડી રાતથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. કુલગામના વનપોહ વિસ્તારમાં સેનાએ બે થી ત્રણ આતંકીઓને એક મકાનમાં ઘેરી લીધા છે.

જાણકારી મુજબ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સને કુલગામના વનપોહ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. બાદમાં સેના અને એસઓજીએ સર્ચ ઓપરેશન કરીને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે.

દરમિયાન આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યા. બાદમાં સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહી પણ કરી છે. આતંકીઓ સાથે સેનાની અથડામણને લઈને દક્ષિણ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે.

આ મકાનમાં બેથી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની શકયતા છે. અથડામણ દરમિયાન સામસામે થયેલા ફાયરિંગમાં બે જવાનો ઘાયલ થયા છે. અથડામણને કારણે દક્ષિણ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. ૧ જવાન શહીદ થયાના પણ અહેવાલ મળે છે.

સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સે મંગળવારે મોડી રાત્રે કુલગામના વનપોહ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાના ઈન્ટલેજિન્સ ઈનપુટ્સના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા એન્કાઉન્ટર શરૂ થયું હતું. બાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફના જવાનોએ ખુદવાની વિસ્તારની ઘેરાબંધી કરીને વળતી કાર્યવાહી વધુ ધારદાર બનાવી છે. છેલ્લા અહેવાલો મુજબ સવારે એકાઉન્ટર ચાલુ છે.(૨૧.૧૧)

(3:18 pm IST)