Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સવર્ણોના ભારત બંધ વેળાએ બિહારમાં બબાલ :હાજીપુરમાં કેન્દ્રીયમંત્રીને ધક્કે ચડાવ્યા : મુઝફરપુર, બેગાસરાઇ, લખીસરાઇ અને આરાહમાં ઘર્ષણ

 

નવી દિલ્હી: આજે સવર્ણો દ્વારા અપાયેલ ભારત બંધના એલાન દરમિયાન બિહારમાં અનામત વિરોધી લોકોએ રાજયકક્ષાના કેન્દ્રિય માનવ સંશાધન મંત્રી ઉપેન્દ્ર કુસવાહાને ધક્કે ચડાવ્યા હતા કુસવાહા ચંપારણ તરફ જઇ રહ્યાં હતા ત્યારે હાજીપુરમાં ઘટના બની હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

   બિહારમાં અનામત વિરોધી તત્વોએ રાજયને ફરી બાનમાં લીધું હતું મુઝફરપુર, બેગાસરાઇ, લખીસરાઇ અને આરાહ જેવા વિસ્તારો અનામત તરફથી અને વિરોધી સમુદારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે અને વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત છે. મુઝફરપુરમાં તો, ઉગ્ર ટોળાઓએ એએસપી અને ડી.એસ.પી સહિતના પોલીસ કાફલાનો પીછો કરી ભગાડી મૂક્યા હતા. આરાહ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ ટ્રેન અટકાવી દીધી હતી.

   અફવાઓ ફેલાય તે માટે, ભીમ આર્મીના મુખ્ય મથક એવા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ ઇન્ટરનેટ સેવા રદ કરી દેવામાં આવી હતી.

   આ અગાઉ, 2 એપ્રિલના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ મામલે કરેલી ટીપ્પણીના વિરોધમાં દલિતોએ સમગ્ર દેશમાં બંધનું એલાન આપ્યુ હતું અને આ ભારત બંધ દરમિયાન 11 લોકોના મોત થયા હતા. આ પછી ઉત્તર પ્રદેશના ભાજપના જ ચાર સંસદ સભ્યોએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને ફરીયાદ કરી હતી કે, પોલીસ ખોટી રીતે દલિતોને પરેશાન કરે છે. ભીમ આર્મીના વડા ચંન્દ્રશેખ આઝાદ રાવણે સહારનપુર જેલમાં જ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

(12:00 am IST)