Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર હુમલાનો પ્રયાસ :ગૃહમાં કરી રજૂઆત

એસપીને ફોન કર્યા પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નહીં.

અમદાવાદ :  વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરે રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો. તેઓ પોતાના મત વિસ્તારથી ગાંધીનગર આવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

  વિધાનસભા ગૃહમાં સમગ્ર બનાવની જાણ કરાઈ છે  તેઓએ એસપીને ફોન કર્યા પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નહીં. આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અધ્યક્ષે સરકારને સૂચન કર્યું કે, કોઈ પણ ધારાસભ્ય સાથે આવું થવું ન જોઈએ. અધિકારીઓને જો કોઈ ફોન મિસ થઈ જાય તો સામેથી જવાબ આપવો.

(1:14 am IST)