Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ફેક ન્યૂઝ દૂર કરવાની અરજી પર ફેસબુક અને ગૂગલને દિલ્હી હાઇકોર્ટે ફટકારી નોટીસ

દિલ્હીની હિંસા બાદ સોશિયલ મીડિયા પર સતત ફેક ન્યૂઝ આપીને અફવા ફેલાવવાના મામલે અરજી

નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટે ફેસબુક , ટ્વિટર અને ગુગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાયેલા ફેક ન્યૂઝ અને ભડકાઉ નિવેદનોને દૂર કરવા સંઘના વિચારક  કે.એન.ગોવિંદાચાર્ય દ્વારા દાખલ કરેલી અરજી પર કેન્દ્રના વલણની જાણ કરવાની માંગ કરી હતી.

 મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ સી હરિ શંકરની ખંડપીઠે આ અરજી પર ફેસબુક , ગુગલ અને ટ્વિટરને પણ નોટિસ ફટકારી છે. આ અરજીઓમાં આ મંચોના નામાંકિત અધિકારીઓની વિગતો માંગવામાં આવી છે. કોર્ટ આ કેસની સુનાવણી 13 એપ્રિલના રોજ કરશે

નોંધપાત્ર વાત એ છે કે , ઉત્તર-પૂર્વ દિલ્હીમાં પ્રચંડ હિંસા બાદ સોશિયલ મીડિયા પર સતત ફેક ન્યૂઝ આપીને અફવા ફેલાવવાના અહેવાલો છે. આવા લોકો સામે દિલ્હી પોલીસ દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. આ પહેલા અફવાને કારણે દિલ્હીના પાંચ મેટ્રો સ્ટેશનોને બંધ કરવા પડ્યા હતા. જો કે , દિલ્હી પોલીસે બાદમાં સ્પષ્ટ કર્યું કે કોઈ તણાવ નથી , તે માત્ર એક અફવા છે.

 

(12:43 am IST)