Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

૭ થી ૧૫ કરોડ અમેરિકનોને કોરોનાનો ચેપ લાગશે: સેનેટ સ્ટાફ કમિટીને અપાતી વિગતો -- બંધ બારણે અપાયેલ અહેવાલ પ્રસરતા મોટો ખળભળાટ મચ્યો

નવી દિલ્હી : અમેરિકી સંસદ અને અમેરિકી સુપ્રીમ કોર્ટના એટેન્ડિંગ ફિઝિશિયન ડો. બ્રિયાન મોનાહને ગઈકાલે યુએસ સેનેટ સ્ટાફ કમિટીને વિગતો આપતા બંધબારણે કહ્યું હતું કે અમેરિકામાં આગામી દિવસોમાં 70 થી 150 મિલિયન એટલે કે ૭ થી ૧૫ કરોડ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગે તેવું તેઓ ધારી રહ્યા છે.

  અહેવાલ પ્રસન્નતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે . દરમિયાન અમેરિકાના આરોગ્ય સલાહકારોએ ડોનાલ્ડ ટ્રમ્પને સમગ્ર યુરોપ માટે અમેરિકી ટ્રાવેલ એલર્ટને લેવલ-3 કરવા, ભલામણ કરી છે. આનો અર્થ એ કે અમેરિકનોએ યુરોપની મુસાફરી ટાળવી અને જો જરૂરી હોય અને મુસાફરી કરે તો અમેરિકા પરત ફર્યા પછી બે અઠવાડિયા પોતાની જાતને અલગ કરી નાખવી.

(12:21 am IST)