Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જ્યોતિરાદિત્ય સિંધિયાને તો કોઈપણ સમયે મળવાની મંજુરી હતી

ભાજપમાં જોડાયા બાદ રાહુલ ગાંધી દ્વારા પ્રતિક્રિય : કોંગ્રેસમાં કટોકટી વચ્ચે ૧૦ જનપથ પર મહત્વપૂર્ણ બેઠક

ભોપાલ, તા. ૧૧ : જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા બાદ અને મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટ વચ્ચે આજે પાર્ટી હેડક્વાર્ટર પર કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી. પાર્લામેન્ટરી સ્ટ્રેટેજીક ગ્રુપની આ બેઠક મળી હતી. બીજી બાજુ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપત આજે કહ્યું હતું કે સિંધિયા એકમાત્ર એવા નેત તરીકે હતા જે કોઈપણ ખચકાટ વગર તેમના આવાસ ઉપર આવી શકતા હતા. હકીકતમાં કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંધિયાએ પાર્ટી છોડતા પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આ લોકોએ તેમને મળવાનો સમય આપ્યો ન હતો. આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં તેઓ એકમાત્ર એવા નેતા હતા જે કોઈપણ સમયે તેમના ઘરે આવી શકતા હતા. ચાર વખત સાંસદ રહી ચુકેલા અને સાંસદોમાં તથા સમર્થકોમાં મહારાજના નામથી લોકપ્રિય જ્યોતિરાદિત્યની ગણતરી કોંગ્રેસમાં એવા નેતાઓમાં થઈ રહી હતી જે પાર્ટીના ભવિષ્ય તરીકે હતા. તેઓ ગાંધી પરિવારની પણ બિલકુલ નજીક હતા.

          આવું પ્રથમ વખત બન્યું નથી જ્યારે રાહુલ ગાંધી પર પાર્ટીના મોટા નેતાની અવગણના કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે.  આ પહેલા આસામના હિમન્તા વિશ્વ શર્માએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બદ કહ્યું હતું કે જ્યારે તેઓ રાહુલ ગાંધીને મળવ માટે પહોંચ્યા ત્યારે સમસ્યા ઉપર વાત થઈ ન હતી. રાહુલ ગાંધી પોતાના પાલતું સ્વાનને બિસ્કીટ આપવામાં વ્યસ્ત હતા. શર્માના કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસની સરકાર આસામમાં ગબડી ગઈ હતી. ત્યારબાદ નોર્થ ઈસ્ટના અન્ય રાજ્યોમાં પણ ભાજપની સ્થિતિ મજબૂત બની હતી. આની ક્રેડિટ વિશ્વ શર્માને આપવામાં આવે છે.

(7:28 pm IST)