Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ભારતના વડાપ્રધાન મોદી ચૂંટણીઓ જીત્યા પણ દેશના અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધું : જાપાનના નીક્કી એશિયન રીવ્યુનો અહેવાલ

ન્યુદિલ્હી : જાપાનના નીક્કી એશિયન રિવ્યૂએ તાજેતરમાં બહાર પડેલા અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં 2014 ની સાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મોદીએ સત્તાના સૂત્રો સાંભળ્યા બાદ સેલટેક્સ ,નોટબંધી ,જેવા પગલાંઓ લીધા બાદ પણ વધુ બહુમતીથી 2019 ની સાલમાં ફરીવાર સત્તા ઉપર આવી ગયા પરંતુ તેમણે આર.એસ.એસ.ની વિચારધારા મુજબ હિન્દૂ મુસ્લિમો વચ્ચે ભાગલા પડાવી કટ્ટર હિંદુત્વવાદ ઉભો કરી દીધો છે.એટલુંજ નહીં પડોશમાં વસતા દેશોના મુસ્લિમો માટે ભારતના દરવાજા બંધ કરી દીધા છે.તેમણે જી.એસ.ટી.માં ફેરફાર ,સહીત અનેક ખોટા નિર્ણયો લઇ દેશંના  અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધું છે.તેવું અહેવાલમાં જણાવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:17 pm IST)