Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સિંધિયા પાસે અખૂટ સંપત્તિઃ ૪૦ હજાર કરોડની મિલ્કતનો વિવાદ ચાલે છે

નવી દિલ્હી : જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે એટલી અખૂટ સંપત્તિ છે કે તેમની પાસે મોટા-મોટા બિઝનેશમેન પણ ટૂંકા પડેઃ દેશભરમાં તેમની હજારો કરોડની સંપત્તિ છેઃ લગભગ ૪૦ હજાર કરોડની સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છેઃ આ વિવાદ સિંધિયા અને તેમના ત્રણ ફૈબા વચ્ચે છેઃ ગ્વાલિયર નજીક ૧૦ હજાર કરોડની સંપત્તિ છે, જેમાં પેલેસ, કોઠી વગેરે છેઃ આ ઉપરાંત શિવપુરીમાં અનેક મહેલ અને ઉજ્જૈનમાં પણ એક મહેલ છેઃ દિલ્હીમાં પરિવાર પાસે ૭ હજાર કરોડની સંપત્તિ છે, જેમાં ગ્વાલિયર હાઉસ, સિંધિયા વિલા, રાજપુર રોડ પર એક પ્લોટ સામેલ છેઃ વારાણસીમાં પણ પદ્મવિલાસ નામનો એક મહેલ છેઃ ગોવામાં પણ એક સંપત્તિ છેઃ  આ ઉપરાંત મુંબઇમાં પણ પરિવાર પાસે ૧૨૦૦ કરોડની સંપત્તિ છે

(3:40 pm IST)