Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જ્યોતિરાદિત્ય સિંધિયાને શું ના આપ્યું ?: 18 વર્ષની કારકિર્દીમાં શું-શું આપ્યું ? : કોંગ્રસે જાહેર કર્યું લિસ્ટ

17 વર્ષ સાંસદ બનાવ્યા, બે વખત કેંન્દ્રીય મંત્રીનું પદ, મુખ્ય સચેતક બનાવ્યા, રાષ્ટ્રીય મહાસચિવનું પદ , યુપીનાં પ્રભારી બનાવ્યા, કાર્ય સમિતિના સદસ્ય, ચૂંટણી અભિયાનનાં પ્રમુખ પદ, 8) 50+ ટીકટ, 9 મંત્રી આપ્યા :કોંગ્રેસનો સવાલ --પક્ષે આટલું આપ્યા પછી પણ મોદી અને શાહની શરણમાં સિંધિયા કેમ ?

નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવાની ફિરાકમાં છે.હાલમાં દિલ્હી ભાજપ હાઈકમાન્ડ પણ સક્રિય બન્યું છે. હોળીના દિવસે જ તેઓ કેસરીયો ધારણ કરવાના હતા,

  જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપ રાજ્યસભામાં મોકલી શકે છે. અથવા તો કેન્દ્રીય મંત્રી પણ બનાવી શકે છે. સિંધિયાના આ નિર્ણયથી તેમના સમર્થકો ખુશ છે. જો કે, ભાજપમાં જોડાય તે પહેલા સિંધિયા સમર્થકો ઈચ્છતા હતા કે, કોંગ્રેસ રાજ્યસભામાં મોકલે અથવા તો પ્રદેશના અધ્યક્ષ બનાવે.મધ્ય પ્રેદશમાં કમલનાથ રાજ્યના મુખ્યમંત્રીની સાથે સાથે પ્રદેશના કોંગ્રસ અધ્યક્ષ પણ છે. જ્યારે સિંધિયા સાંસદ પણ નહોતા અને ધારાસભ્ય પણ નહોતા. ન તો સંગઠનમાં તેમને કોઈ પદ આપવામાં આવ્યુ હતું. લોકસભા ચૂંટણીમાં તેઓ ગુનાથી હારી ગયા હતા. , લોકસભા હાર્યા બાદ તેમણે યુપી વેસ્ટના પ્રભારી બનાવ્યા હતા, પણ ત્યાં પણ ખરાબ રીતે હારી જતાં તેમણે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામુ આપી દીધુ હતું

  મધ્ય  પ્રદેશમાં રાજ્યસભાની કુલ 1 સીટ છે. હાલમાં ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 સીટ છે.મધ્ય પ્રેદશમાં રાજ્યસભાની 26 માર્ચે ચૂંટણી યોજાશે. મધ્ય પ્રદેશમાં 3 સીટો આ વખતે ખાલી થઈ રહી છે

કોંગ્રેસ પક્ષે  જે લિસ્ટ જાહેર કરી છે તે મુજબ સિંધિયાને 17 વર્ષ સાંસદ બનાવ્યા, બે વખત કેંન્દ્રીય મંત્રીનું પદ, મુખ્ય સચેતક બનાવ્યા, રાષ્ટ્રીય મહાસચિવનું પદ, યુપીનાં પ્રભારી બનાવ્યા,  કાર્ય સમિતિના સદસ્ય, ચૂંટણી અભિયાનનાં પ્રમુખ પદ, અને  50+ ટીકટ, 9 મંત્રી આપ્યાછે 

સિંધિયા જુથ તરફથી તેમને આત્મસન્માન ના મળવાનો પર ગંભીર આરોપ સતત લગાવવામાં આવતો રહ્યો છે, તેના પર કોંગ્રેસ પક્ષે લિસ્ટ આપીને જવાબ આપ્યો છે. સાથે સાથે કોંગ્રેસે એપણ પૂછ્યું કે આટલું આપ્યા પછી પણ મોદી અને શાહની શરણમાં સિંધિયા કેમ જતા રહ્યા.આ ટ્વિટની સાથે સાથે કોંગ્રેસે જે ફોટો શેર કર્યો છે, તે અત્યંત રસપ્રદ છે,

  અત્રે ઉલ્લેખનીય છે કે એક ફોટો ડિઝાઈન કરવામાં આવ્યો છે જેના પર ટ્રસ્ટ બ્રેક હોવાનું દર્શાવાયું છે એટલેકે કોંગ્રેસે સિંધિયાનો ભરોસો તોડવાવાળા જણાવ્યું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. જેને કારણે મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. એક બાજૂ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, હજૂ મુખ્યમંત્રી કમલનાથનો માસ્ટરસ્ટ્રોક બાકી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીએ હજૂ એ નથી બતાવ્યું કે, આખરે એવો ક્યો માસ્ટરસ્ટ્રોક છે, કે જેને લઈ તેઓ ફરી એક વાર સત્તામાં બન્યા રહેશે. જોકે, આ તમામની વચ્ચે ભાજપ પણ સફાળુ જાગ્યુ છે

(1:11 pm IST)