Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોરોના વાઇરસ સામે લડવા ઉત્સુક બ્રિટનના હેલ્થ મિનિસ્ટર નદિન ડોરિસ ખુદ ઝપટમાં

લંડન : કોરોના વાઇરસ સામે લડવા પ્રાઈમ મિનિસ્ટર સાથે મળી કાનૂની નિયમો તૈયાર કરવામાં મદદરૂપ થઇ રહેલા હેલ્થ મિનિસ્ટર મહિલા નદિન ડોરિસ ખુદ ઝપટમાં આવી ગયા છે.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પોતાના પરિવારથી અલગ રહેવા લાગ્યા છે.તેમની મુલાકાત કોની કોની સાથે થઇ હતી તે અંગે તપાસ ચાલી રહી છે.તથા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)