Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રિલાયન્સના મુકેશ અંબાણીને પછાડી અલીબાબાના જૈક મા બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યકિત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનવાન વ્યકિત રહ્યાં નથી, તેમની પાસેથી આ તાજ ચીનના ઉદ્યોગપતિ જૈક માએ છીનવી લીધો છે

નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી મોટા ધનકુબેર રહ્યાં નથી. ચીનના ઉદ્યોગપતિ અને અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના સંસ્થાપક જૈક મા, અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનવાન વ્યકિત બની ગયા છે. તેલના ભાવમાં આવેલા મોટા ઘટાડાની સાથે-સાથે વૈશ્વિક બજારમાં ઘટાડા બાદ ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણીની સંપત્ત્િ। સોમવારે ૫.૮ અબજ ડોલર ઘટીને ૪૧.૯ અબજ ડોલર (૨.૯૩ લાખ કરોડ રૂપિયા), ત્યારબાદ તેઓ એશિયાના સૌથી વધુ સંપત્તિવાન લોકોની યાદીમાંથી ખસીને બીજા સ્થાને પહોંચી ગયા છે.

એશિયાના સૌથી ધનવાનોની યાદીમાં ચીનના જૈક મા ટોપ પર આવી ગયા છે, જેની સંપત્ત્િ। ૪૪.૫ અબજ ડોલર (૩.૧૧ લાખ કરોડ રૂપિયા) છે, જે મુકેશ અંબાણીની સંપત્ત્િ।થી ૨.૬ અબજ ડોલર (૧૮,૨૦૦ કરોડ રૂપિયા) વધુ છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેકસ પ્રમાણે, ચીની ઉદ્યોગપતિ જૈક મા ૪૪.૫ અબજ ડોલરની સંપત્તિની સાથે એશિયાના સૌથી ધનવાન વ્યકિત બની ગયા છે, જયારે ભારતના મુકેશ અંબાણી બીજા સ્થાને આવી ગયા છે.

(11:37 am IST)