Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સરકારે જાહેર કરી એડવાઇઝરી

કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા કરવાનું ટાળો

લોકોને ચીન, ઈટાલી, ઈરાન, રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની યાત્રા ટાળવાની સલાહ

નવી દિલ્હી, તા.૧૧: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે લોકોને ચીન, ઈટાલી, ઈરાન, રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની યાત્રા ટાળવાની સલાહ આપી છે. મંત્રાલયે લોકોને તેમ પણ કહ્યું છે કે, કોરોના વાયરસના પ્રસારને જોતા આ દેશોમાં બિનજરૂરી યાત્રાથી બચો.

આ સિવાય, ઈટાલી અને દક્ષિણ કોરિયાથી આવનારા મુસાફકો માટે કોવિડ-૧૯ નેગેટિવ સર્ટિફિકેટ ફરજિયાત કરી દીધું છે. આ નિર્ણય આજથી અમલમાં મૂકાશે.

દિલ્હી સરકારે મંગળવારે જાણકારી આપી હતી કે, આ ઘાતક વાયરસથી પ્રભાવિત દેશોથી અહીંયા આવેલા ૩૫૩૪ મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું હતું. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થ્ય બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ પૂર્વીય દિલ્હીમાં રહેનારા એક વ્યકિતમાં આ વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે.

અત્યારસુધીમાં કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવનારા ૧,૫૩,૪૧૭ મુસાફરોની દિલ્હી એરપોર્ટ પર તપાસ કરવામાં આવી છે.

(10:35 am IST)