Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

દિલ્હીમાં દર્દનાક અકસ્માત

એ લાચાર બનીને નિહાળતો રહયો... નજર સમક્ષ પરિવાર વેરવિખેર... કારમાં જીવતી સળગી ગઇ પત્ની અને બે પુત્રી

નવી દિલ્હી : દિલ્હીમાં અક્ષરધામ નજીક રેલ્વે ઓવરબ્રીજ પર કારમાં લાગેલી આગે ઉપેન્દ્રની જીંદગી વેરવિખેર કરી નાખી છેઃ ચાલતી કારમાં આગ લાગીઃ જેમાં તેની પત્ની અને બે પુત્રી જીવતી સળગી મરી હતીઃ પોતે અને નાની પુત્રી જેમ-તેમ કરીને બહાર નિકળવામાં સફળ થયા હતાઃ પરિવાર રવિવારે ફરવા નિકળ્યો હતોઃ સીએનજી લીકેજ અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી ઘડીકમાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

(11:34 am IST)