Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

EVMમાં ઉમેદવારોનો ફોટો દેખાશે : જાણો લોકસભા ચૂંટણીની ૧૦ નવી બાબતો

નવી દિલ્હી તા. ૧૧ : લોકસભાની ચૂંટણી ૨૦૧૯ની તારીખોનું એલાન થઈ ગયું છે. ૭ તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કાનું વોટિંગ ૧૧મી એપ્રિલ થશે. રાજયમાં ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલે મતદાન યોજાશે. ગુજરાતના ચૂંટણીના પરિણામો દેશના પરિણામોની સાથે ૨૩મી મેના રોજ જાહેર થશે.

૧. EVMમાં આ વખતે ઉમેદવારનો ફોટો જોવા મળશે, તમામ મતદાન કેન્દ્રો પર VVPATનો ઉપયોગ થશે. લોકસભાની ચૂંટણીમાં ૧.૫ કરોડ યુવાનો પ્રથમ વાર વોટ આપશે.

૨. ચૂંટણીમાં ૯૦ કરોડ લોકો મતાધિકારાનો ઉપયોગ કરશે જેમાં ૧.૫ કરોડ વોટર્સ ૧૮-૧૯ વર્ષના છે.

૩. તમે ૫૯૦ નંબર ડાયલ કહરી અને SMS દ્વારા વોટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો.

૪. લોકસભાની ચૂંટણીમાં તમામ તબક્કાનું મતદાન મળી ૧૦ લાખ  બૂથ પર વોટિંગ યોજાશે.

૫.      તમામ સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, તમામ મોટી ઘટનાઓની વીડિયોગ્રાફી થશે.

૬. EVMનું GPS ટેકનોલોજીની મદદથી ટ્રેકિંગ કરાશે. તમામ વિસ્તારોમાં CRPFને બંદોબસ્તમાં મૂકાશે.

૭. આજથી દેશમાં આદર્શ આચર સંહિતા લાગુ થઈ ગઈ છે, લાઉડ સ્પીકરના ઉપયોગ પર નજકર રાખવામાં આવશે અને તેના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરાશે.

૮. સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા પહેલાં રાજકીય પક્ષોએ પરવાનગી લેવી પડશે. આ સાથે સોશિયલ મીડિયાના પ્રચારના ખર્ચની માહિતી પણ ચૂંટણી ખર્ચમાં જોડવાની રહેશે. પેડ ન્યૂઝ પર નજર રાખવા માટે સમિતિનું નિર્માણ થશે.

૯. ફેસબૂક, ટ્વીટર, યૂટ્યૂબ પર રાજકીય જાહેરાતોની જાણકારી એકઠી કરાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકાશે તેના માટે અધિકારી મૂકાશે.

૧૦.    મતદારોને મતદાન કરવા માટેના ઓળખપત્રો માટે ૧૧ વિલ્પો આપવામાં આવ્યા છે.

(11:31 am IST)