Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

દિલ્હીમાં પાકિસ્તાન વિરૂદ્ઘ ચૂંટણી લડનારા હાર્યા : ભારત માટે લડનારા જીત્યા છે : RLDના જયંત ચૌધરીનો કટાક્ષ

નવી દિલ્હી,તા.૧૧: દિલ્લી વિધાનસભા ચૂંટણીના વલણથી આમ આદમી પાર્ટી જ નહિ, ભાજપ વિરોધી પાર્ટીઓ પણ ગદગદ જોવા મળી રહી છે ભાજપ વિરોધી પાર્ટીઓ ચૂંટણી પરિણામોના રૂઝાનો જોયા બાદ ભાજપ પર કટાક્ષ કરવાનો કોઈ મોકો નથી છોડી રહી. ત્યારે રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ ભાજપ પર નિશાન સાધ્યું છે . જયંત ચૌધરીએ ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને પૂરા પરિણામ પહેલા જ જીતના અભિનંદન પાઠવી દીધા છે. તેમણે લખ્યુ છે, 'પાકિસ્તાન વિરૂદ્ઘ વિધાનસભાની ચૂંટણી લડનારા હારી ગયા, ભારત (શિક્ષણ, આરોગ્ય) માટે લડનારા જીતી ગયા છે. તમને અભિનંદન.

દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થયુ હતુ. આમાં તમામ એકઝીટ પોલે આમ આદમી પાર્ટીને ભાર જીતનુ અનુમાન વ્યકત કર્યુ હતુ અને ભાજપને કારમી હાર બતાવી હતી. પરંતુ રૂઝાનોમાં આમ આદમી પાર્ટીની સારા બહુમતથી સરકાર બનતી જરૃર દેખાઈ રહી છે પરંતુ ભાજપે લગભગ એક તૃતીયાંશ સીટો પર બઢત મેળવી છે. એટલુ જ નહિ ભાજપનો મતટકામાં પણ અત્યાર સુધી લગભગ ૮ ટકા આગળ વધતુ દેખાઈ રહ્યુ છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી ખરાબ હાલ કોંગ્રેસના થયા છે. તેણે ગઈ વખતની જેમ એક પણ સીટ તો નથી મળતી દેખાઈ રહી, તેના મતટકા પણ ઘટીને ૫ ટકાથી પણ ઓછા રહેવાનુ અનુમાન છે.

(3:54 pm IST)