Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ગુર્જર આંદોલન ચોથા દિવસે પણ યથાવત જારી : કલમ ૧૪૪ લાગૂ

હાઇવે-રેલવે ટ્રેક ઉપર નાકાબંધીથી સેવાઓને માઠી અસર : પાંચ ટકા અનામતની માંગણીને લઇને આંદોલન : કોઇપણ પ્રકારની હિંસાને રોકવા સાવચેતીના પગલા : વધુ ૧૦ ટ્રેનો રદ : આજે વધુ ૧૨ ટ્રેન રદ રહેશે

જયુપર,તા. ૧૧ : રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માંગની સાથે ગુર્જર નેતાઓનું આંદોલન આજે ચોથા દિવસે પણ જારી રહ્યું હતું. રાજસ્થાનના દૌસા જિલ્લામાં આગરા સાથે જયપુરને જોડનાર નેશનલ હાઈવે-૧૧ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પાંચ ટકા અનાતમની માંગને લઇને શરૂ કરવામાં આવેલા આંદોલનની આજે પણ માઠી અસર જોવા મળી હતી. અનેક જગ્યાઓએ સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. ધૌલપુરમાં સીઆરપીસીની કલમ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા છે. કરોલી જિલ્લામાં પણ આવી જ હાલત બનેલી છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે. આંદોલનના કારણે અનેકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આના કારણે સામાન્ય લોકો હવે ભારે મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. ગુર્જર સમુદાયના લોકો વધારે મક્કમ બનીને આગળ વધી રહ્યા છે. રવિવારના દિવસે હિંસક દેખાવ કરવામાં આવ્યા બાદ હવે તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે.પશ્ચિમ રેલવને અને પશ્ચિમ મધ્ય રેલવે તરફથી ટ્રેનોને માઠી અસર થઈ છે.  ગુર્જર નેતા કિરોડીસિંહે કહ્યું છે કે આ લડાઈ આરપારની છે. તેમણે આજે પણ કહ્યું હતું કે જ્યાં સુધી ગુર્જર સમુદાયને પાંચ ટકા અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સવાઈમાધોપુરા-બયાના વચ્ચે ગુર્જર આંદોલન જોરદાર રીતે જારી છે. ગુર્જરોના પ્રદર્શનના કારણે પશ્ચિમી મધ્ય રેલવેના કોટા ડિવીઝનની અનેક ટ્રેનોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે. કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને અડવચ્ચે સુધી ચાલુ રાખવામાં આવી છે. કોટા ડીઆરએમ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે કેટલીક ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. દરમિયાન ગુર્જર આંદોલનને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનના કારણે હજુ સુધી ૪૫થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી ચુકી છે. ૨૦થી વધુ ટ્રેનોના માર્ગ બદલી દેવામાં આવ્યા છે. પ્રદર્શનના કારણે કેટલીક ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. રાજસ્થાનના કોટા મંડળમાં ગુર્જર આંદોલનના કારણે આંશિક ટ્રેનો રદ કરવામાં આવી હતી. અનેક ટ્રેનોના રુટ બદલી દેવામાં આવ્યા હતા. ટ્રેનોમાં ફેરફારના કારણે માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આંદોલનને ધ્યાનમાં લઇને રાજસ્થાન આર્મી કોન્સ્ટેબલરી (આરએસી)ની ૧૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ સામેલ છે. ગુર્જર સમાજ સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની માંગ ઉપર મક્કમ છે. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના કારણે આવતીકાલે મંગળવારના દિવસે ૧૨ ટ્રેનો અને બુધવારના દિવસે ૧૫ ટ્રેનો રદ કરવામાં આવનાર છે. આમા હઝરત નિઝામુદ્દીનથી આવનાર ટ્રેનો પણ સામેલ છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં ૨૬૦થી વધુ ટ્રેનોને માઠી અસર થઇ છે. આજે જે ટ્રેનો રદ કરવામાં આવી હતી તેમાં કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ગુર્જર આંદોલનના પરિણામ સ્વરુપે બાંદરા ટર્મિનસ અને સવાઈ માધોપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે. આ સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ધૌલપુરમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસ વાહનોને આગ ચાંપવામાં આવ્યા બાદ કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત પણ થઇ નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારએકબીજાને જવાબદારી સોંપવાની વાત કરી રહી છે. ગઇકાલે રવિવારના દિવસે પણ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક ઉપર આંદોલનના લીધે ૨૦ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આજે સતત ચોથા દિવસે હાઈવે અને રેલવે ટ્રેક ઉપર નાકાબંધી કરવામાં આવી હતી.

સોમવારે કઈ ટ્રેન રદ...

જયપુર, તા. ૧૧ : ગુર્જર આંદોલનના પરિણામ સ્વરુપે હજુ સુધી ચાર દિવસમાં ૨૬૦થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. આ સિલસિલો મંગળવાર અને બુધવારના દિવસે પણ જારી રહી શકે છે. યાત્રીઓ અટવાઈ પડ્યા છે. આંદોલનકારીઓ રેલવે ટ્રેક ઉપર બેસીને દેખાવો કરી રહ્યા છે. સોમવારે કઈ ટ્રેનો રદ કરવામાં આવી હતી તે નીચે મુજબ છે.

*    ૧૨૨૧૭ કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ

*    ૨૨૪૧૩ મડગામ-નિઝામુદ્દીન એક્સપ્રેસ

*    ૧૨૪૧૫ ઇન્દોર-નવીદિલ્હી એક્સપ્રેસ

*    ૨૯૦૧૯-૨૦ મંદસોર-કોટા-મંદસોર એક્સપ્રેસ

*    ૧૩૨૩૯-૧૩૨૩૭ પટણા એક્સપ્રેસ

(7:42 pm IST)