Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વૈજ્ઞાનિકોની કમાલ : વાતાવરણ પ્રમાણે ઠંડુ કે ગરમ થઇ જતું કપડુ બનાવ્યું

બંને સીઝનમાં કામ આપે તેવું કપડું

નવી દિલ્હી તા. ૧૧ : વૈજ્ઞાનિકોએ કપડાનું એક એવું ફેબ્રિક તૈયાર કર્યું છે જે ઓટોમેટિકલી એટલે કે તમારા શરીરમાંથી મળનારી હીટને રેગ્યુલેટ કરશે. આમ થવાથી આ કપડાંને પહેરનાર વ્યકિતનાં શરીરને વાતાવરણ અને વેધર કન્ડિશન પ્રમાણે ઠંડુ અથવા ગરમ રહેવામાં મદદ કરશે. આ ખાસ ફેબ્રિકની શોધ કરનાર વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જયારે વાતાવરણ ગરમ હશે ત્યારે આ કપડાંમાંથી ગરમી નીકળી જશે અને જયારે વાતાવરણ ઠંડુ હશે ત્યારે ફેબ્રિક ગરમીને બહાર નીકળવા દેશે નહીં.મેરિલેન્ડ યુનિવર્સિટી, અમેરિકાના સંશોધનકર્તાએ સિન્થેટિક રેસાઓ પર કાર્બન નૈનોટ્યૂબની કોટિંગ કરી એવું કપડું તૈયાર કર્યું છે જે વાતાવરણ પ્રમાણે શરીરને ઠંડુ અને ગરમ રાખશે. ગરમીની સીઝનમાં કપડું શરીરમાં રહેલી ગરમીને બહાર કાઢશે જયારે ઠંડીની સીઝનમાં કપડું ગરમીને બહાર જવા દેશે નહીં. આમ આ કાપડ બંને સીઝનમાં પહેરી શકાશે.

મેરિલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર યૂહૂઆંગ વાંગે કહ્યું કે, આ પહેલી ટેકનોલોજી છે જેના દ્વારા અમને ઇન્ફ્રારેડ રેઝને ડાઇનેમિકલી પ્રવેશ કરવાની તક મળશે. આ નવા ટેકસટાઇલના બેઝનો દોરો ફાઇબરથી બનેલો છે જે બે અલગ-અલગ સિન્થેટિક મટીરિયલથી બનેલો છે. એક જ પાણીને એબ્સોર્બ કરે છે અને બીજો જે પાણીને દૂર કરે છે. આ દોરો કાર્બન નેનોટ્યૂબ્સથી કોટેડ છે જે વજનમાં એકદમ હળવો છે અને કાર્બન બેસ્ડ છે.ફાઇબરમાં રહેલું મટીરિયલ પાણીને શોષી લેવાની સાથે તેને દૂર પણ કરે છે, જયારે તે પરસેવાવાળા શરીરનાં સંપર્કમાં આવે છે ત્યારે ફેબ્રિક ખરાબ થઇ જાય છે. આ ખરાબીના કારણે ફેબ્રિકમાં ઉપસ્થિત રોમછિદ્ર ખુલી જાય છે. આમ થવા પર બહારના ઠંડા વાતાવરણના કારણે શરીર પણ ઠંડું થવા લાગે છે. તો બીજી તરફ જયારે બહારના ઠંડા વાતાવરણના કારણે શરીર પણ ઠંડું થવા લાગે છે ત્યારે ફેબ્રિક ઊંધી રીતે કામ કરવા લાગે છે. અને શરીરની ગરમીને બહાર જતાં રોકે છે.(૨૧.૨૯)

(3:36 pm IST)