Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

૨૦ હજાર કરોડના શારદા ચિટ ફંડ કૌભાંડમાં સુપ્રીમે હાથ ઉંચા કર્યા

આ કૌભાંડમાં અમારી દેખરેખની કોઇ જરૂર નથી : કોર્ટ

નવી દિલ્હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટ દ્વારા શારદા ચિટફંડ કૌભાંડમાં તપાસ કરવાની ના પાડી દીધી છે. રોકાણકારોએ શારદા ચિટફંડ કૌભાંડ સામે આવ્યાં પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. રોકાણકારોની માંગ હતી કે સર્વોચ્ચ અદાલતની દેખરેખમાં આ કૌભાંડની તપાસ કરવામાં આવશે. કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કૌભાંડમાં અમારા દેખરેખની કોઈ જરૂર નથી.

શારદા ચિટફંડ સ્કેમ પશ્ચિમ બંગાળનો એક મોટો આર્થિક કૌભાંડ છે. જેમાં ઘણા મોટા નેતાઓનું નામ જોડાયેલ છે. વાસ્તવમાં આ કંપની પર આરોપ છે કે પૈસા લૂટવા માટે લોકો પાસેથી એના પૈસા ૩૪ ગણા કરીને પાછા આપશું એવા દાવા કીરને લોકોને ઠગ્યાં હતા. આ કૌભાંડમાં લગભગ ૪૦ હજાર કરોડની હેરા-ફેરી થઈ હતી. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો કે આ કેસની તપાસ કરે.

તેની સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા પશ્યિમ બંગાળ, ઓડિશા અને અસમ પોલીસ તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો હતો. શારદા ગ્રુપે માત્ર ૪ વર્ષોમાં પશ્યિમ બંગાળ સિવાય ઝારખંડ, ઓરિસ્સા અને ઉત્તર પૂર્વ રાજયોમાં ૩૦૦ ઓફિસ ખોલી નાખી છે. પશ્ચિમ બંગાળની આ ચિટફંડ કંપનીએ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા લઇને ઓફિસો પર તાળું મારી દીધું હતું. આ કિસ્સામાં પી ચિદમ્બરમની પત્ની નલિકી વિરુદ્ઘ પણ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ પર આરોપ છે કે તેઓ શારદા ગ્રુપના વડા સુદીપ્તો સેન સાથે મળીને વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે ૧.૪ કરોડ રૂપિયા લીધા હતા.

(3:33 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • બગસરા નગરપાલિકામાં ભાજપના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો:પાલિકા પ્રમુખપદે રસિલાબેન પાથર ચૂંટાઈ આવ્યા access_time 9:19 pm IST

  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST