Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ગુર્જર આંદોલન વધુ હિંસક થયું : અનેક વાહનોને આગ

આંદોલનના કારણે ૩૦થી વધુ ટ્રેનો રદ કરાઈ : દ્વારા ત્રણ પોલીસ વાહનો સહિત ઘણા વાહનને આગ ચાંપી દેવાતા વિસ્ફોટક પરિસ્થિતિ : લોકો અટવાયા

જયપુર,તા. ૧૦ : રાજસ્થાનમાં અનામતની માંગને લઈને ગુર્જર આંદોલન આજે પણ યથાવત રીતે જારી રહ્યું હતું. આજે રવિવારના દિવસે ત્રીજા દિવસે આંદોલન વધુ હિંસક બન્યું હતું. દેખાવકારોએ ત્રણ પોલીસ વાહનો સહિત અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આંદોલનકારીઓએ ધોલપુર જિલ્લામાં આગ્રા-મુરેના રાજમાર્ગને બંધ કરવાની ફરજ પાડી હતી. આ ગાળા દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં ચાર પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા. આજે રવિવારે વધુ સાત ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. નવ ટ્રેનોને રૂટ બદલી દેવામાં આવ્યા હતા. હિંસા વચ્ચે રેલવે ટ્રેન સેવાને માઠી અસર થઈ છે. પશ્ચિમ રેલવને અને પશ્ચિમ મધ્ય રેલવે તરફથી ટ્રેનોને માઠી અસર થઈ છે. લોકોની ભારે ભીડને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રાથી સવાઈ માધોપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. બીજી બાજુ ગુર્જર નેતા કિરોડીસિંહે કહ્યું છે કે આ લડાઈ આરપારની છે. તેમણે આજે પણ કહ્યું હતું કે જ્યાં સુધી ગુર્જર સમુદાયને પાંચ ટકા અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સવાઈમાધોપુરા-બયાના વચ્ચે ગુર્જર આંદોલન જોરદાર રીતે જારી છે. ગુર્જરોના પ્રદર્શનના કારણે પશ્ચિમી મધ્ય રેલવેના કોટા ડિવીઝનની અનેક ટ્રેનોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે. કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને અડવચ્ચે સુધી ચાલુ રાખવામાં આવી છે. કોટા ડીઆરએમ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે કેટલીક ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. દરમિયાન ગુર્જર આંદોલનને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનના કારણે હજુ સુધી ૩૦થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી ચુકી છે. ૨૦થી વધુ ટ્રેનોના માર્ગ બદલી દેવામાં આવ્યા છે. પ્રદર્શનના કારણે કેટલીક ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. રાજસ્થાનના કોટા મંડળમાં ગુર્જર આંદોલનના કારણે આંશિક ટ્રેનો રદ કરવામાં આવી હતી. અનેક ટ્રેનોના રુટ બદલી દેવામાં આવ્યા હતા. ટ્રેનોમાં ફેરફારના કારણે માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આંદોલનને ધ્યાનમાં લઇને રાજસ્થાન આર્મી કોન્સ્ટેબલરી (આરએસી)ની ૧૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ સામેલ છે. ગુર્જર સમાજ સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની માંગ ઉપર મક્કમ છે.

હિંસાની સાથે સાથે.....

*   રાજસ્થાનમાં ગુર્જર આંદોલન આજે સતત ત્રીજા દિવસે જારી રહેતા સ્થિતિ વણસી ગઈ

*   દિલ્હી-મુંબઈ રેલવે માર્ગ પર પાટા પર ગુર્જર લોકો ગોઠવાઈ જતા ટ્રેન સેવાને અસર

*   વધુ સાત ટ્રેનો રદ કરવામાં આવતા ૪૦થી પણ વધુ ટ્રેનો રદ કરાઈ

*   શાંતિપૂર્ણ આંદોલન વચ્ચે એકાએક સ્થિતિ વણસી ગઈ

*   આગ્રા-મુરેના રાજમાર્ગને બંધ કરવાન ફરજ પડી

*   રવિવારના દિવસે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતા અનેકને ઈજા થઈ

*   પોલીસના ત્રણ વાહન સહિત અનેક વાહનોને આગ ચાંપવામાં આવી

*   શાંતિ જાળવ રાખવાની અપીલ છતાં હિંસક દેખાવોનો દોર જારી રહ્યો

 

(12:00 am IST)
  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST