Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૩૦ લાખ મહિલાઓએ કરાવી ગર્ભાશયના કેન્સરની તપાસઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આપી જાણકારી

            કેન્દ્રીય મંત્રી ઈમૃતિ ઇરાનીએ શનિવારના કહ્યું કે કેન્દ્રની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઇ ૩૦ લાખ મહિલાઓએ અત્યાર સુધીમાં ગર્ભાશયના કેન્સરની તપાસ કરાવી છે. એમણે કહ્યું કે યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૭૦ લાખ ગરીબ મહિલાઓએ સ્તન કેન્સરની તપાસ કરાવી છે.

            કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મહિલા ઉદ્યમીઓ માટે યશસ્વિની યોજના સ્વાસ્થ્ય સખી પ્રોજેકટ અને સ્તન કેન્સર તપાસ સેવા શરૃ કરવા માટે આવી હતી.

            એમણે કહ્યું લગભગ ૩૦ લાખથી વધારે મહિલાઓએ ગર્ભાશયની કેન્સરની તપાસ કરાવી છે. પારંપારિક રીતે  ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ રીતની તપાસથી પસાર થવામા હિચકિચા રહી હતી પણ સરકારી યોજનાઓને સારી પ્રતિક્રિયા મળી છે.

            એમણે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે કહ્યું કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત થઇ રહ્યું છે જયારે પાંચ લા સુધીના ઇલાજનો ખર્ચ ઉઠાવવામા આવશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને રાજયના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

(9:40 pm IST)