Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જેએનયુ હિંસામાં વોટ્સએપ ગ્રુપના ૩૭ લોકો ઓળખાયા

લેફ્ટ સામે વોટ્સએપ ગ્રુપના લોકોની ઓળખ : સીટ દ્વારા સમગ્ર મામલામાં ઉંડી તપાસ જારી : હોસ્ટેલમાં જોવા મળેલા બહારના લોકોની સામે કડક કાર્યવાહી કરાશે

નવીદિલ્હી, તા. ૧૧ : જેએનયુ હિંસાને લઇને ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. આના ભાગરુપે જેએનયુ હિંસા સાથે સંબંધિત લેફ્ટની સામે વોટ્સએપ ગ્રુપ યુનિટીના ૩૭ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ દ્વારા અંગેની માહિતી આપી દેવામાં આવી છે. ૩૭ લોકોની ઓળખ થઇ ચુકી છે. સીટ દ્વારા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ પાંચમી જાન્યુઆરીના દિવસે લેફ્ટ પાર્ટી સામે ગ્રુપની રચના કરવામાં આવી હતી. પાંચમી જાન્યુઆરીના દિવસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સંકુલમાં જોરદાર હિંસા ભડકી ઉઠી હતી. અગાઉ જેએનયુમાં હિંસાના કેસમાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે મોટી સંખ્યામાં લોકોની ઓળક કરી લીધી છે. નવ શકમંદોના ફોટોગ્રાફ પણ જારી કરવામાં આવી ચુક્યા છે જેમાં આઈશી ઘોષનો પણ સમાવેશ થાય છે.

                 પાંચમી જાન્યુઆરીના દિવસે ઘોષ સહિત ૩૦થી વધુ વિદ્યાર્થીઓને ઘાયલ થયા બાદ એમ્સ ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા. અગાઉ બુરખાધારી હુમલાખોરોએ જેએનયુમાં પ્રવેશીને ભારે હિંસા કરી હતી. વિદ્યાર્થીઓ ઉપર હુમલા કર્યા હતા. છડીઓ અને રોડ સાથે પ્રોફેસરો ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જેએનયુમાં પાંચમી જાન્યુઆરીના દિવસે થયેલી હિંસામાટે તપાસ માટે રચાયેલી પાંચ સભ્યોની ટીમે ઉંડી શોધખોળશરૂ કરી દીધી છે. યુનિવર્સિટીના ડીન દ્વારા તમામ વોર્ડનને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે બાબતની ખાતરી કરે કે હોસ્ટેલમાં કોઇ બહારની વ્યક્તિ જોવા મળે નહીં. ડીન ઉમેશ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સાતમી જાન્યુઆરીના દિવસે પત્રો લખવામાં આવ્યા હતા. જેએનયુ હિંસાને લઇને નવી નવી વિગતો હજુ પણ ખુલી રહી છે.

(7:40 pm IST)