Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુલેમાની સિવાય અન્ય એક કમાન્ડર હતો અમેરિકી સેનાના હિટલિસ્ટમાં

અમેરિકા દ્વારા કરાયેલી અન્ય એરસ્ટ્રાઈકમાં તે બચી ગયો હતો.

નવી દિલ્હી : ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ સૌથી મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. ઈરાની કમાન્ડર સુલેમાની માર્યો ગયો ત્યારે અન્ય એક એરસ્ટ્રાઈક પણ અમિરેકા કરી હતી. જોકે તેમાં ઈરાનનો અન્ય અધિકારી બચી ગયો હતો. એક રિપોર્ટ અનુસાર ઈરાની સેનાના બે વરિષ્ઠ અધિકારી અમેરિકી સેનાના હિટ લીસ્ટમાં હતા

જેમાં કમાન્ડર સુલેમાની ઉપરાંત ઈરાનનો સિનિયર અધિકારી અબ્દુલ રજા શહલાઈશાન હતો. જોકે અમેરિકા દ્વારા કરાયેલી અન્ય એરસ્ટ્રાઈકમાં તે બચી ગયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાની પશ્ચિમ એશિયામાં અમેરિકાના ચાર એમ્બેસી પર હુમલાની યોજના બનાવી હતી

(11:54 am IST)