Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઈરાનને આર્થિક રીતે ભાંગવા અમેરિકાએ લગાવ્યા પ્રતિબંધ : કરોડો ડોલરની સહાયતા પર લાગશે બ્રેક

ઈરાની ટેક્સટાઈલ, નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અને ખનન સાથે જોડાયેલા લોકો પર પ્રતિબંધ મુક્યો

નવી દિલ્હી : ઈરાન સાથે ચાલતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાનને આર્થિક રીતે ભાંગવા કેટલાક પ્રતિબંધ લાદ્યા છે અમેરિકાએ ઈરાન પર વધુ પ્રતિબંધો લગાવી દીધા છે. ટ્રમ્પે ઈરાની ટેક્સટાઈલ, નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અને ખનન સાથે જોડાયેલા લોકો પર પ્રતિબંધ લાદવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સ્ટીલ ઉદ્યોગના ક્ષેત્રમાં પણ અલગ અલગ પ્રતિબંધ લાગી શકે છે

   આ પ્રતિબંધોથી ઈરાનના સત્તાધિશોને મળનારી કરોડો ડોલરની સહાયતા રોકાઈ શકે છે. ઈરાન દ્વારા ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય છાવણીઓ પર કરેલા મિસાઈલ હુમલાને ધ્યાને રાખીને ઈરાન પર ટ્રમ્પ સરકારે પ્રતિબંધ લાદી દીધા છે.અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ અને નાણાપ્રધાન સ્ટિવન ન્યૂચિને કહ્યુ કે, નવા પ્રતિબંધોથી મધ્યપૂર્વમાં અસ્થિરતા ફેલાવવા સાથે જ મંગળવારે થયેલા હુમલામાં સામેલ ઈરાની અધિકારીઓન પણ નુકસાન થશે.

(11:52 am IST)