Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભાજપને જબરો ઝટકો :પૂર્વ સાંસદ નાનાભાઉ પટોલ કોંગ્રેસમાં જોડાયા

પ્રફુલ પટેલને હરાવી વિજેતા થયેલા નાનાભાઉએ મોદી સામે પણ સવાલ ઉઠાવાયા હતા

નવી દિલ્હી;ભાજપને જબરો ઝરકો લાગ્યો છે ગત લોકસભાની ચૂંટણીમાં એનસીપીના દિગ્ગ્જ નેતા પ્રફુલ પટેલને હરાવીને મહારાષ્ટ્ર્ના ભંડારા ગોંદિયા બેઠક પરથી વિજેતા થયેલ અને વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવનાર નાનાભાઉ પટોલે સંસદમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા 

    કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાનાભાઉ પટોલેને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કર્યા હતા.  કોંગ્રેસ દ્વારા નાનાભાઉ પટોલે અને રાહુલ ગાંધીની તસવીર ટ્વિટર પર શૅર કરી હતી. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્સાહથી તેમનું સ્વાગત કરતા નજરે પડે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી રાજીનામુ આપનાર નાનાભાઉ પટોલે જીએસટી, નોટબંધી મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. નાનાભાઉ પટોલે મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયાથી સાંસદ હતા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાન પહેલા એક દિવસ પહેલા તેમણે બીજેપીને મોટો ઝટકો આપ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા નાનાભાઉ પટોલે લોકસભા અને પાર્ટીના સભ્યપદથી રાજીનામુ આપી દીધુ હતું.પૂર્વ સાંસદ નાનાભાઉ પટોલેએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું.

  2014માં લોકસભા ચૂંટણીમાં નાનાભાઉ પટોલે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલને  હાર આપી સાસંદ બન્યા હતા.પટોલે ગત કેટલાક સમયથી બીજેપી નેતૃત્વ અને વડાપ્રધાન મોદીથી નારાજ હતા.

  નાનાભાઉ પટોલેનો આરોપ હતો કે વડાપ્રધાન મોદીના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર તેમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને વડાપ્રધાન મોદીએ ધ્યાને લીધો નહોતો. જે બાદ તેમણે આ વાત મીડિયા સામે કહી હતી. માનવામાં આવી રહ્યું છે કે પટોલે ત્યારથી નારાજ હતા.

(8:01 pm IST)