Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મહિલાએ ૧૦૦૦માં યુવકને ખરીદ્યો, તેની પાસે ભીખ મગાવી

ઉત્તરપ્રદેશથી રોજગારીની શોધમાં મુંબઇ આવેલો યુવાન હ્યુમન ટ્રાફિકિંગમાં ફસાયો

મુંબઇ તા.૧૧ : ઉત્તર પ્રદેશના યુવકને પુણેમાં ફકત ૧૦૦૦ રૂપિયામાં વેચીને ભીખ મગાવવામાં આવતી હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે. આ યુવકને એક એનજીઓનો કાર્યકર સિગ્નલ પર જોઇજતાં પોલીસની મદદથીતેને રેસકયુ કર્યો હતો. પોલીસે આ બાબતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અનુપ પાંચ મહિના પહેલા ઉત્તરપ્રદેશ રોજગારની શોધમાં મુંબઇ આવ્યોહ તો. અને હ્યુમન ટ્રાફિકિંગ કરનારી ગેંગમાં હાથમાં સપડાયો હતો. આ ગેંગે અનુપનું અપહરણ કરીને તેની ખુબ મારપીટ કરી હતી. એ પછી તેને પુણેમાં ધુનુ કાળે નામની એક મહિલાને ૧૦૦૦ રૂપિયામાં વેચી દેવામાં આવ્યો હતો. રોજના ઓછામાં ઓછા ૧પ૦૦ રૂપિયાની કમાણીકરવાનો ટાર્ગેટ આપીને ટ્રાફિક-સિગ્નલ પર તેની પાસે ભીખ મગાવવામાં આવતી હતી. મંગળવારે એક એનજીઓના કાર્યકરે અનુપને સિગ્નલ પર જોયા બાદઆખો કેસ બહાર આવ્યો હતો અને તેનીમદદ કરવામાં આવી હતી.

(4:03 pm IST)