Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2023

ઓરિસ્સા અને ઝારખંડમાં દારૂનો વેપલો કરતી કંપની સાથેના સંખ્યાબંધ સ્થળોએ ત્રીજા દિવસે પણ આવકવેરાના દરોડા ચાલુ: દેશી દારૂ બનાવતા શખ્શના ઘરેથી રોકડ રકમના ૨૦ થેલાઓમાંથી ૫૦ કરોડ જપ્ત કર્યા

શુક્રવારની રાત સુધી, આવકવેરા વિભાગ દ્વારા ઓડિશા અને ઝારખંડમાં દારૂના વેપાર કરતી કંપની સાથે સંબંધિત અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને ૨૯૦ કરોડ રૂપિયાની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. ઓડિશામાં દારૂ બનાવતી કંપનીઓ સામે આવકવેરા વિભાગના દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ છે. દારૂ બનાવતા જૂથ ઉપર ૧૫૦ અધિકારીઓ દ્વારા દરોડા.  આ સિવાય હૈદરાબાદના ૨૦ અન્ય અધિકારીઓને પણ દરોડા દરમિયાન વિવિધ સ્થળોએથી મળી આવેલા ડિજિટલ દસ્તાવેજોની ચકાસણી માટે તૈનાત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના દરોડા બાદ 'બિનહિસાબી' રોકડ જપ્ત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે, જે એક જ કામગીરીમાં કોઈપણ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલી સૌથી વધુ રકમ છે. આવકવેરા ટીમે બોલાંગીર જિલ્લાના સુદાપાડા વિસ્તારમાં દેશી દારૂ બનાવતી કંપનીના ઘરેથી રોકડ રકમના ૨૦  થેલાઓ જપ્ત કર્યા હતા.  વસૂલ કરાયેલી રકમની ગણતરી કરવામાં આવી રહી છે અને તે ૫૦ કરોડ રૂપિયાથી વધુ હોવાની અપેક્ષા છે. શુક્રવારે આવકવેરા વિભાગને રોકડ રકમ ભરેલા ૧૫૪ થેલા મળી આવ્યા હતા. ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ પ્રસાદ સાહુના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. જ્યાંથી પણ કરોડોની રકમ મળી છે.

(10:38 pm IST)